Western Times News

Gujarati News

અમદાવાદના નવા પોલીસ કમિશનર જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો

(તસવીર ઃ જયેશ મોદી) અમદાવાદ, અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના એડીજી (એપીએસ) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. Ahmedabad’s new police commissioner G.S. Malik took charge

અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને ચાર્જ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ૪, જાન્યુઆરી ૧૯૯૪ માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જાેડાયા હતા.

મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને રાજ્ય સરકારે અમદાવાદ કમિશ્નર તરીકે તેમની નિમણૂંક કરી હતી. આ પહેલા સિટી ક્રાઈમના જેસીપી પ્રેમવીર સિંહ પાસે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરનો ચાર્જ હતો.

જેમની બદલી અમદાવાદ રેન્જ આઈજીતરીકે કરવામાં આવી છે.પોલીસ કમિશ્નર પદ છેલ્લા ત્રણ મહિનાથી ખાલી હતુ. આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત થયા બાદ અમદાવાદ પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી હતી. જેને લઈ ચર્ચાઓ નવા અધિકારીની પસંદગીને લઈ ત્રણ મહિનાથી ચાલી રહી હતી.

કમિશ્નરનો ચાર્જ શહેરની ક્રાઈમ બ્રાન્ચના જેસીપી પ્રેમવીર સિંહને સોંપવામાં આવ્યો હતો. ત્રણ મહિનાથી તેઓએ પોલીસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યો હતો. આ દરમિયાન રથયાત્રા બંદોબસ્ત સફળ રીતે શહેરમાં જાળવવામાં આવ્યો હતો. પ્રેમવીર સિંહને હવે અમદાવાદ રેન્જના આઈજીપદે નિમણૂંક કરવામાં આવી છે.

આઈપીએસ અધિકારી જીએસ મલિક ત્રણ દશકનો અનુભવ ધરાવે છે. તેઓ સીઆઈએસએફ અગાઉ બીએસએફમાં આઈજી તરીકે પોસ્ટીંગ ધરાવતા હતા. નવા કમિશ્નર મલિક બી.ટેક. અને એલ.એલ.બી. સુધી અભ્યાસ કર્યો છે. બીએસએફમાં તેઓ ગુજરાતમાં જ ફરજ પર હતા

અને આ દરમિયાન તેઓએ કચ્છ બોર્ડરે પાકિસ્તાની બોટ ઘૂસી આવવા સામે મહત્વનુ અભિયાન હાથ ધર્યુ હતુ. તેઓના કાર્યકાળ દરમિયાન બોટ અને પાકિસ્તાનીઓને ઝડપવામાં આવ્યા હતા. આઈપીએસ અધિકારી તરીકે કરિયરની શરુઆતે તેઓ કચ્છ જિલ્લામાં આઈપીએસ તરીકે ફરજ બજાવી હતી. જ્યારે ભરુચ એસપી રહેતા તેઓએ છોટુ વસાવા સામે ફરીયાદો નોંધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.