આઉટ સોર્સિગ પર નિર્ભર અમદાવાદની SVP હોસ્પિટલઃ પેશન્ટ કરતાં સ્ટાફ વધુ
1200 બેડની હોસ્પિટલમાં દર વર્ષે ૪૦ કરોડ કરતા પણ વધુ રકમ આઉટ સોર્સિગ એજન્સીઓને ચુકવાઈ રહ્યો છે-SVP હોસ્પિટલનો વાર્ષિક ખર્ચ ૧રપ કરોડને પાર કરી ગયો છે.
હાલ SVP હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ તમામ નિષ્ણાંત ડોકટરો તેમજ સ્ટાફ વીએસ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યા છે જેનો ખર્ચ વીએસ હોસ્પિટલ ભોગવી રહયુ છે જયારે બાકીના સ્ટાફ અને સુવિધા માટે SVP આઉટ સોર્સિંગ પર નિર્ભર થઈ ગઈ છે.
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા રાજય સરકારની સહાયથી ૧ર૦૦ બેડની આધુનિક એસવીપી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એસવીપી હોસ્પિટલને ચલાવવા માટે આઠ દાયકા જુની વી.એસ. હોસ્પિટલને પણ નામશેષ કરવામાં આવી હતી તેવી ચર્ચા પણ જે તે સમયે થઈ હતી.
રાજય સરકારની સહાયથી ર૦૧૯માં કાર્યરત થયેલ એસવીપી હોસ્પિટલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન માટે ધોળા હાથી સમાન બની રહી છે તેમજ આ હોસ્પિટલ માત્રને માત્ર આઉટ સો‹સગ પર નિર્ભર બની ગઈ છે. એસવીપી હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે રૂ.૪૦ કરોડનો માતબર ખર્ચ આઉટ સો‹સગ પાછળ થઈ રહયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ એસવીપી હોસ્પિટલની દશા દિનપ્રતિદિન દયનીય બની રહી છે. આ હોસ્પિટલમાં હાલ દૈનિક ર૦૦ કરતા પણ ઓછા ઈન્ડોર પેશન્ટ હોય છે જેના કારણે હોસ્પિટલની આવક લગભગ શૂન્ય બરાબર છે. હોસ્પિટલની આવક પર દ્રષ્ટિપાત કરવામાં આવે તો ર૦૧૯મા ર૦.૬૯ કરોડ, ર૦ર૦-ર૧માં ૧૬.૧પ કરોડ ર૦ર૧-રરમાં ર૧.૬૪ કરોડ અને ર૦રર-ર૩માં ર૧.૪૭ કરોડ નો ખર્ચ થાય છે.
જેની સામે આ હોસ્પિટલનો વાર્ષિક ખર્ચ ૧રપ કરોડને પાર કરી ગયો છે. ર૦૧૯-ર૦માં એસવીપી હોસ્પિટલમાં વાર્ષિક ખર્ચ રૂ.૧૪૬ કરોડ, ર૦ર૦-ર૧માં ૮ર કરોડ, ર૦ર૧-રરમાં ૧૩૭ કરોડ અને ર૦રર-ર૩ કરોડમાં ૧ર૮ કરોડનો હતો જે પૈકી મોટાભાગનો ખર્ચ આઉટ સો‹સગના પેમેન્ટ ચુકવવા માટે થઈ રહયો છે. જેમાં મેઈન પાવર સપ્લાય, સીકયુરીટી હાઉસકીપીંગ અને કેટરીગનો ખર્ચ મુખ્ય છે.
એસવીપી હોસ્પિટલ દ્વારા દર વર્ષે ૪૦ કરોડ કરતા પણ વધુ રકમ આઉટ સો‹સગ માટે ચુકવાઈ રહી છે મેન પાવર સપ્લાય માટે ર૦૧૯માં પ૩.૭ કરોડ, ર૦ર૦-ર૧માં ૪ર.ર૩ કરોડ, ર૦ર૧-રરમાં પ૧.૧૧ કરોડ અને ર૦રર-ર૩માં ૪૬.૯ર કરોડનો માતબર ખર્ચ થયો હતો જયારે સીકયુરીટી માટે પણ છેલ્લા ચાર વર્ષમાં રૂ.૩૦ કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે.
હોસ્પિટલમાં પેસન્ટની સંખ્યા કરતાં સિક્યોરિટી અને આઉટસો‹સગનો સ્ટાફ વધારે તેવા કટાક્ષ પણ થઈ રહ્યાં છે. હોસ્પિટલમાં લાઈટ બીલ પેટે દર મહિને એક કરોડ જેટલી રકમ ચુકવાઈ રહી છે છેલ્લા ચાર વર્ષમાં લગભગ ૪૦ લાખ કરતા વધુ રકમ લાઈટ બીલ માટે ખર્ચ થઈ છે.
એસવીપી હોસ્પિટલ દ્વારા પેશન્ટને ચા-નાસ્તો અને ભોજન માટે દર વર્ષે રૂપિયા ૧ કરોડ ૮૦ લાખ ચુકવવામાં આવે છે જયારે લોન્ડ્રી માટે લગભગ રૂ.૧ કરોડ ચુકવાઈ રહયા છે હોસ્પિટલમાં આટલો માતબર ખર્ચ કર્યા બાદ પણ દર્દીઓની સંખ્યા નામ બરાબર રહી છે અને હોસ્પિટલમાં દિન પ્રતિદિન દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. ર૦૧૮માં મ્યુનિ. કમિશ્નર દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે વીએસમાંથી સોય પણ લેવામાં આવશે નહી
પરંતુ હાલ એસવીપી હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ તમામ નિષ્ણાંત ડોકટરો તેમજ સ્ટાફ વીએસ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યા છે જેનો ખર્ચ વીએસ ભોગવી રહયુ છે જયારે બાકીના સ્ટાફ અને સુવિધા માટે એસવીપી આઉટ સોર્સિંગ પર નિર્ભર થઈ ગઈ છે.