અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાની ઐતિહાસિક નગરયાત્રા

નગરની સ્થાપનાના ૬૧૪ વર્ષ બાદ થ્રી લેચરની સુરક્ષા વચ્ચે નગરદેવી શહેરીજનોને દર્શન આપવા માટે નીકળ્યા
(તસવીરોઃ જયેશ મોદી, અમદાવાદ), અમદાવાદ ઈતિહાસમાં પહેલી વખત નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા ધામધુમથી નીકળવાની છે. જેમ અષાઢીબીજના દીવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્ચાઓ નીકળે છે.
તેમ જ શીવરાત્રીના દિવસે પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળવાનાં છે. નગરયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. થ્રી લેચરની સુરક્ષા વચ્ચે નગરદેવી શહેરીજનોને દર્શ્ન આપવા માટે નીકળ્યા હતા. નગરદેવી યાત્રા નીકળતા સ્થાનીકોમાં પણ હરખ જોવા મળી રહયો છે.
અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના ૬૧૪ વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાનાં છે. મહાશીવરાત્રીના દિવસે અમદાવાદ સ્થાપના દીવસ છે. ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાઈ હતી. માતાજીની ચરણપાદુકો રથમાં મુકવામાં આવ્યા હતા, અને સવારે ૦.૭.૩૦ વાગે નગરયાત્રા નીકળી હતી. નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા નીકળી. જેમાં દરેક રૂરટ પર ભવ્ય સ્વાગત કરાયુ હતું અનેક સાધુ-સંતો આ યાત્રામાં હાજર રહ્યા હતા.
યાત્રામાં અખાડા,ટેબલો, ભજન મંડળી સહીત નગરજનો પણ જોડાશે. અમદાવાદ મ્યુનિીસપલ કોર્પોરેશન દ્વારા તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. યાત્રાના રૂટ પર તૈયારીઓ કરાઈ છે. હોડીગ બેનર વગેરે લગાવવામાં આવ્યા છે. માતાજીની આ યાત્રામાં ચરણપાદુકા અમદાવાદના કોટ વિસ્તારમાં ફરશે.
૬૧૪ વર્ષે બાદ પહેલીવાર આ નગરદેવીની યાત્રા નીકળી હતી. ભદ્રકાળી મંદીરથી ત્રણ દરવાજા માણેકચોક, અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ઓફીસ, ખમાસા, જમાલપુર, દરવાજા થઈને જગન્ન્થ મંદીર જશે. જગન્નાથ મંદીરથી સાબરમશતી નદીના કિનારે ગાયકવાડ હવેલેથી મહાલક્ષ્મી મંદીર થઈને લાલ દરવાજા થઈને નીજ મંદીર પરત ફરશે. ત્રણ દરવાજા પાસે માતાજીની આરતી થશે. માણેકબુરજ ખાતે માતાજીનું સ્વાગત અને આરતી કરાશે.
મ્યુનિસીપલ કોર્પોેરેશન ખાતે શોભાયાત્રાનું સ્વાગત થશે તયારે બાદ ખમાસાથી જમાલપુર પગલાં જવા નીકળશે. જમાલપુર મંદીરથી હવેલી જશે. સાબરમતી નદીના આરે માતાજીના આરતી થશે. વસંત ચોક મંદીરના વારસદારો આરતી ઉતારશે. લાલ દરવાજાથી સીદી સૈયદની જાળીથી આ યાત્રા નીજ મંદીર પહોચશે. શોભાયાત્રા બપોરે ૧ર.૩૦ કલાકની આસપાસ પરત આવશે. બપોરે હવન થશે અને સામે વિશેષ ભંડારાનું આયોજન કરાયું છે.
નગરદેવી ભદ્રકાળીની શોભાયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તે અંગેની પરમીશન અને બધું કાર્ય ઈવેન્ટ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહયું છે. ઈવેન્ટ મેનેજમેન્ટને મંદીર દ્વારા કામગીરી સોપવામાં આવી છે. જે પરમીશનની લઈને તમામ સંકલન કરી રહી છે. તંત્ર દ્વરા તૈયારીઓ કરવામાં આવી છે. અને તમામ પરમીશનલેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અથવા પુર્ણ થઈ ગઈ છે. પુર્વજો કારણસર આ યાત્રા બંધ કરવામાં આવી હતી.
નગરદેવીની યાત્રાને સુરક્ષીત અને શાંતિપૂર્ણ રીતે પુર્ણ કરવા માટે પોલીસે વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે. નગરયાત્રાના નિર્ધારીત રૂટનું પોલીસે મોડી રાત સુધી રીહસલ કર્યું હતું. આ રિહર્સલ દરમ્યાન રૂટ પરની સુરક્ષા વ્યવસ્થ ટ્રાફીક નિયંત્રણ અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી. નગરયાત્રા દરમ્યાન શાંતી અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યાં છે. બંદોબસ્ત બે ડીસીપી, ચાર એસીપી, ર૦થી વધુ પીઆઈ પીએસઆઈ સહીત કુલ ૧પ૦૦થી વધુ પોલીસ કર્મચારી તહેનાત રહેશે.
નગરયાત્રાના રૂટના કાર્યક્રમો૭.૩૦ વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી૭.૪૫ વાગે લક્ષ્મી માના પંજાની આરતી
૮.૦૦ વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
૮.૩૦ વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
૯.૦૦ વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
૯.૪૫ વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
૧૦.૩૦ વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
૧૧.૧૫ વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
૧૨.૦૦ વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
૧૨.૩૦ વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
૧.૦૦ વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
૧.૩૦ વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો