કેડિલા ઓવરબ્રીજ પર વાહનની અડફેટે ગાયનું મોત
અમદાવાદ, અમદાવાદના કેડિલા ઓવરબિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક ગાય આવી જતા તેનો મૃતદેહ ૩૬ કલાકથી રઝળી રહ્યો હોવા છતા તેના શબનો કોઈ નિકાલ નહિ. જશોદાનગરથી ઘોડાસર જતા આ કેડિલાના રેલવે ઓવરબિજ પર ૩૬ કલાકથી ગાયના મૃતદેહના નિકાલ માટે સ્થાનિકોએ સતત તંત્રને રજુઆત કર્યા બાદ પણ આખો દિવસ તેના નિકાલ માટે કોઈ કાર્યવાહી હાથ ધરાઈ ન્હોતી. ટ્રાફિકથી સતત ધમધમતા આ અત્યંત વ્યસ્ત માગઁ પર ગાય ના મૃતદેહને કાગડા અને કુતરા ચુંથી રહ્યા હોઈને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગધ ફેલાઈ ગઈ હતી.