Western Times News

Gujarati News

ખાનગી હોસ્પિટલો ત્રણ વીમા કંપનીની ૨ એપ્રિલથી કેશલેસ સુવિધા સ્થગિત કરશે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ એસોસિએશન (એએચએનએ) દ્વારા એક સત્તાવાર પત્રકાર યાદીમાં જણાવ્યું છે કે, બીજી એપ્રિલ ર૦રપથી સ્ટાર હેલ્થ, કેર હેલ્થ અને ટાટા એઆઈજી હેલ્થ માટે કેશલેસ સુવિધાઓ સુનિશ્ચિત સમય માટે સ્થગિત કરશે.

એએચએનએએ જણાવ્યું છે કે, અમદાવાદની તમામ સભ્ય હોસ્પિટલો અને ન‹સગ હોમ્સ બીજી એપ્રિલ ર૦રપથી ઉકત આરોગ્ય વીમા કંપનીઓના ગ્રાહકો માટે કેશલેસ સુવિધાઓ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેશે.

દર્દીઓ તેમજ હોસ્પિટલો, બન્ને દ્વારા ઉપરોકત ઈન્સ્યોરન્સ કંપનીઓ સામે લાંબા સમય સુધીની વણઉકેલાયેલી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએચએનએના અધિકારીઓએ આ કંપનીઓ સાથે અનેક રાઉન્ડની ચર્ચામાં ભાગ લીધો હતો જેમાં ગેરવાજબી દાવાની કપાત, અયોગ્ય દાવાને નકારી કાઢવા અને યોગ્ય પ્રક્રિયા વિના તેમના નેટવર્કમાંથી હોસ્પિટલો અને ન‹સગ હોમ્સને અસ્પષ્ટ રીતે સૂચિબદ્ધ કરવા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરાઈ હતી.

એએચએનએના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ દ્વારા આ પ્રકારની એકતરફી કાર્યવાહી અસ્વીકાર્ય છે અને વાજબીપણા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરૂદ્ધ છે.

મુંબઈ અને પુણે પછી અમદાવાદના લોકો દ્વારા આરોગ્ય વીમા સંબંધિત ત્રીજા ક્રમની સૌથી વધુ ફરિયાદો હતી. વર્ષ ર૦ર૩-ર૪માં અમદાવાદ ઓફિસના ઈન્સ્યોરન્સ ઓમ્બડ્‌સમેનને ૩૩૦૦ જેટલી ફરિયાદો મળી હતી. આ પ્રમાણે રોજની લગભગ ૯ જેટલી ફરિયાદો નોંધાઈ હતી.

આ ફકત તે જ ફરિયાદો છે જે વીમા લોકપાલમાં નોંધાયેલી છે. સમગ્ર ભારતમાં કુલ ૩૧,૪૯૦ ફરિયાદોમાંથી સ્ટાર હેલ્થ સામે ૧૩,૩૦૮ ફરિયાદો અને કેર હેલ્થ ૩૭૧૮ ફરિયાદો હતી. આ વીમા કંપનીઓ સામે તપાસ બાદ વીમા લોકપાલ દ્વારા આપવામાં આવેલા કુલ રૂ.૧૪૮ કરોડમાંથી સ્ટાર હેલ્થને રૂ.૬૦.પ કરોડ અને કેર હેલ્થને રૂ.ર૦.૧ર કરોડ ચૂકવવા પડયા હતા. ઉપરોકત આંકડા સૂચવે છે કે આ કંપનીઓની ભારતભરમાં સમસ્યાઓ છે.

એએચએનએ અસરગ્રસ્ત દર્દીઓ માટે કેશલેસ ચૂકવણીના વિકલ્પો આપવા, નાણાંકીય સંસ્થાઓ સાથે જોડાણની સંભાવના તપાસી રહ્યા છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટાર હેલ્થની પોલિસીઓને લીધે ફાઈનાન્સ કંપનીઓ દર્દીઓને કોઈ મદદ કરી શકશે નહીં. એચએએનએના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અમે બહુવિધ ચર્ચાઓ દ્વારા આ મુદ્દાઓને સૌહાર્દ પૂર્ણ રીતે હલ કરવા માટે તમામ પ્રયત્નો કર્યા છે.

જો કે, તેમની નીતિઓમં સુધારો કરવાની પ્રતિબદ્ધતા હોવા છતાં આ વીમા કંપનીઓએ તેમની ગેરરીતિઓ ચાલુ રાખી છે. આના કારણે અમારી પાસે અમારા દર્દીઓ અને અમારી સભ્ય હોસ્પિટલો બન્નેને સુરક્ષિત રાખવા માટે આ મક્કમ વલણ અપનાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

ટાટા એઆઈજી તરફથી જણાવવામાં આવ્યું હતું કે, ટાટા એઆઈજી ખાતે અમે નૈતિક હેલ્થકેર ભાગીદારી અને ગ્રાહક-કેન્દ્રીત સેવાઓ પ્રત્યેની અમારી કટિબદ્ધતા ઉપર અડગ છીએ. અમે આ મામલાને વહેલી તકે ઉકેલવા માટે અમારા સંબંધિત હિતધારકો સાથે સક્રિયરૂપે જોડાયેલા છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.