Western Times News

Gujarati News

આહના કુંવરબા રાઉલજીનો ભરત નાટ્યમ દીક્ષાંત સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા ખાતે આવેલ બી.એ.પી એસ. સ્વામી નારાયણ મંદિરમાં ગોધરા નગરના રાજકીય અગ્રણી માલવદીપસિંહ રાઉલજીની પુત્રી આહનાકુંવરબાનો ભરત નાટ્યમ દીક્ષાત સમારોહ યોજ્યો.

આ દીકરીએ નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્યકલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી ભરતનાટ્યમ્‌ માં વિશારદ મેળવી સો પ્રથમવાર રંગમંચ ઉપર પદાર્પણ કર્યું. અને ભારત નાટ્યમના વિવિધ અંગોની સુંદર નૃત્યુ સ્વરૂપે પ્રસ્તુતિ કરી હતી

ભરતનાટ્યમ ના તાલ અને લય નૃત્તનાં અવિભાજ્ય અંગો છે. નૃત્તમાં કેવળ અલંકારાત્મક નર્તન હોય છે, કોઈ ભાવ કે રસનિષ્પત્તિ તેમાં થતી નથી. સુંદર અંગચલનો, પદચલનો, નેત્ર તથા ડોક અને અંગ-ઉપાંગ-પ્રત્યંગનાં ચલનો દ્વારા નૃત્ત સર્જાય છે. જેથી તે વિશિષ્ટ નૃત્યશૈલી તરીકે જાણીતી છે. નૃત્યમાં ભાવ-અભિનયના નિરૂપણ દ્વારા રસનિષ્પત્તિ સધાય છે.

ભરતનાટ્યમમાં હસ્તાભિનય (મુદ્રા)નું સવિશેષ મહત્વ હોય છે.ભરતનાટ્યમની સૌથી અઘરી નૃત્યકૃતિ છે. ભરતનાટ્યમ્ની પૂર્ણાહુતિ મંગલમ્‌ નામક સ્તુતિપરક રચનાથી થાય છે અને તે દ્વારા નૃત્યકાર સર્વેનું મંગળ થાઓ એવી ઈશ્વર પાસે યાચના કરે છે. આમ, ભરતનાટ્યમ્‌ ભારતના સમૃદ્ધ નૃત્યવારસાનું એક બહુમૂલ્ય રત્ન છે.
આ સમારોહમાં ગોધરા ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી કલેકટર, પંચમહાલ, જિલ્લા પોલીસવડા સહિત રાજપૂત સમાજ અને વિવિધ આગેવાનો અને મહનુભવો ઉપસ્થિતિ રહ્યા હતા.

આહના કુંવરબા માલવદીપસિહ રાઉલજી એ ભરત નાટયમમાં નિપૂણતા મેળવવા કરેલા પ્રયત્નો, તેમના પરિવાર અને સાથીઓનો સહકાર અને સાધનોના સ્મરણોને યાદ કરી સમગ્ર કાર્યકમ ને હદય સ્પર્શી બનાવેલ હતો. કાર્યકમમાં ઉપસ્થિત મહેમાનો અને તેમના કુટુંબીજનોએ દીકરીને આશિષ વચન પાઠવેલ હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.