Western Times News

Gujarati News

આહવા તાલુકાના પીંપરી આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરાઈ

(ડાંગ માહિતી ) આહવાઃ દર વર્ષે તા.૩૧મી મે ના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉજવવામાં આવનાર ૩૧ મી મે ઉદ્ગ્‌ડ્ઢ ૨૦૨૫ ની થીમ ઃ “અપીલનો પર્દાફાશ ઃ તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉધોગોની યુક્તિઓનો ખુલાસો કરવાનો છે.” જેથી તેમના હાનિકારક ઉત્પાદનોને, ખાસ કરીને યુવાનોને આકર્ષક બનાવી શકાય.

તા.૩૧ મી મે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગના ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ, આહવા દ્વ્રારા આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પીંપરી ખાતે “વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી” કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા નોડલ ઓફિસરશ્રી દ્વ્રારા ૩૧ મી મે ઉદ્ગ્‌ડ્ઢ ની થીમ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી. વૈશ્વિક તમાકુ નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિ હોવા છંતા તમાકુ અને નિકોટીન ઉધોગો ગ્રાહકોને આકર્ષવા અને જાળવી રાખવા માટે તેમની વ્યૂહરચના અપનાવવાનું ચાલુ રાખે છે. આ પ્રયાસો જાહેર આરોગ્યને નબળી પાડે છે. અને સંવેદનશીલ જુથો,ખાસ કરીને યુવાનોને લક્ષ્ય બનાવે છે.

જિલ્લા ટોબેકો કંટ્રોલ સેલ, આહવાના દ્ગ્‌ઝ્રઁ સોશ્યલ વર્કર શ્રીમતી રસીલા સી. ચૌધરી દ્વારા ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના કાયદો ર્ઝ્રં્‌ઁછ-૨૦૦૩ અધિનિયમ હેઠળ જુદી-જુદી કલમો વિશે માહિતી આપી હતી. આ અધિનિયમ મુજબ કલમ-૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. નિયમનો ભંગ કરનાર સામે રૂ.૨૦૦/-નો દંડ/સજા કરવામાં આવે છે.

કલમ-૫ સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ-૬ (અ)સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની વેચાણ કરવા પર પ્રતિબંધ રૂ૨૦૦/- નો દંડ, કલમ-૭, ૮ અને ૯ નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ વિશે સમજ આપવામાં આવી હતી.

આ ઉજવણી દરમિયાન જિલ્લા એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો.નિલકેતુ ડી.પટેલ, એપેડેમોલોજીસ્ટ ડો.અંકિતા ચૌધરી, એન.સી.ડી. વિભાગના ડો. પ્રીતિ, ડિર્સ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના સોશ્યલ વર્કર શ્રીમતી રસીલા સી.ચૌધરી, પીંપરી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, પી.એચ.સી.સ્ટાફ ,પી.એચ.સી.સબ સેન્ટરોમાં આવતા ગામ ભવાનદગડ, સતી, વાંગણ, મૂળચોંડના સી.એચ.ઓ. તથા સબ સેન્ટરોની કિશોરીઓ તેમજ આશા બહેનો પણ આ ઉજવણીમાં હાજર રહ્યા હતા.

આ સાથે વર્લ્ડ નો ટોબેકો ડે, ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડોક્ટ એક્ટ (ર્ઝ્રં્‌ઁછ-૨૦૦૩) કલમોનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્કોવોડ ટીમ દ્વ્રારા તારીખ ૩૧ મે ના રોજ આહવા તાલુકાના બજાર વિસ્તારમાં જીર્ષ્ઠૈંહ-૪,૫,૬(ટ્ઠ),૬(હ્વ) નું અસરકારક અમલીકરણ થાય

જે અંગે જિલ્લા ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના શ્રીમતી રસીલા સી.ચૌધરી આરોગ્ય વિભાગ કલમ-૪ અને કલમ૬(બ) કેસ કુલ-૮ ફાઇન-૧૩૦૦ રૂ. અને આહવા ઁજીં પોલીસ વિભાગ કલમ-૪ માં કેસ કુલ-૫ ફાઇન-૧૦૦૦ રૂ, જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગ કલમ-૬(બ) માં કુલ કેસ-૩ ફાઇન-૫૦૦ રૂ, દંડ કરવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લામાં જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્કોવોડ ટીમ દ્વારા તમાકુ કે તમાકુની અન્ય બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે. જેમાં કેસ કુલ-૧૬ અને ફાઇન -૨૮૦૦ રૂ. દુકાન,લારી-ગલ્લા ઉપર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.