એઆઈ ટેકનોલોજીનો નૈતિક ઉપયોગ થવો જોઈએઃ મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વૈશ્વિક ડિજિટલ રૂપરેખા તૈયાર કરવાની જોરદાર તરફેણ કરી છે, જેમાં ટેકનોલોજી નૈતિક ઉપયોગ માટે હોવા જોઈએ તેવું સૂચન કર્યું છે.
નવી દિલ્હી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ ટેલીકોમ્યુનિકેશન યુનિયન(ડબ્લ્યુટએસએ) અને ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ કહ્યું કે, જે રીતે એવિએશન ક્ષેત્ર માટે વૈશ્વિક સમુદાયે એક વ્યાપક રૂપરેખા તૈયાર કરી છે, એ જ રીતે ડિજિટલ દુનિયાને પણ રુલ્સ એન્ડ રેગ્યુલેશનની જરુરિયાત છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, વૈશ્વિક સંસ્થાઓએ એક સાથે મળીને એ નિશ્ચિત કરવું જોઈએ કે શું કરવું અને શું ન કરવું જોઈએ.પીએમ મોદીએ સુરક્ષા, સન્માન અને સમાનતાને કેન્દ્રમાં રાખીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(એઆઈ)ના નૈતિક ઉપયોગ પર ભાર મુક્યો છે.
ભારતના અનુભવની ચર્ચા કરીને પીએમ મોદીએ જણાવ્યું કે ઝડપથી અમલીકરણ પછી હવે દેશભરમાં મોટાભાગના સ્થાનો પર ૫-જી ટેલીકોમ્યુનિકેશન સર્વિસ ઉપલબ્ધ છે અને ૬જી પર કામ પહેલાથી શરુ થઈ ચુક્યું છે. છેલ્લા એક દાયકામાં ભારત મોબાઇલ ફોનની આયાતથી નિકાસ કરનાર દેશ બની ગયો છે.
ભારતે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેના અંતરથી આઠ ગણા વધુ અંતરનું ઓપ્ટિક ફાઇબલ નેટવર્ક ગોઠવી દીધું છે. ડિજિટલ ભારતના ચાર સ્તંભો છે – જેમાં ઉપકરણો સસ્તા બનાવવા, તમામ સુધી સંપર્ક સુવિધા આપવી, વાજબી ડેટા અને ડિજિટલ-ફર્સ્ટ સામેલ છે. તેમણે ઉમેર્યું કે, આપણે ડિજિટલ સંપર્કને અંતિમ છેડા સુધી પુરો પાડવા માટે એક પ્રભાવી સાધન બનાવી દીધું છે.SS1MS