AIDMK હવે મોદીની ગુલામ બની ગઇ : ઓવૈસી
ચેન્નાઇ: ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ તમિલનાડુમાં વિધાનસભા ચુંટણી પ્રચાર દરમિયાન ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (એઆઇએમડીએમકે) પર ભારે પ્રહારો કર્યા હતાં ઓવૈસીએ કહ્યું કે એઆઇએમડીએમકે હવે મેડમ જયલલિતાની પાર્ટી રહી નથી હવે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુલામ બની ગઇ છે.
અહીં એક રેલીને સંબોધન કરતા ઓવૈસીએ એઆઇએમડીએમકે પર પ્રહારો કરતા વધુમાં કહ્યું કે એઆઇએમડીએમકેના નેતા મેડમ જયલલિતાએ ભાજપથી પોતાની પાર્ટીને હંમેશા દુર રાખી હતી
પરંતુ દુર્ભાગ્યથી એઆઇએમડીએમકેએ તેના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુલામ પાર્ટી બનાવી દીધી છે. ઓવૈસીએ તમિલનાડુ વિધાનસભા ચુંટણીમાં પોતાની કિસ્મત અજમાવવા માટે ટીટીવી દિનાકરણની પાર્ટી અમ્મા મકકલ મુનેત્ર કડગમ એએમએમકેની સાથે એઆઇએમઆઇએમના ગઠબંધનનો બચાવ કર્યો
ઓવૈસીએ ડીએમકેના કોંગ્રેસની સાથે ગઠબંધન પર સવાલ ઉઠાવ્યા ઐવૈસીએ પુછયુ કે ડીએમકેના ધર્મનિરપેક્ષતાની પરિભાષા બતાવી ઓવૈસીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસે શિવસેનાની સાથે ગઠબંધન કર્યું છે શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું કે તેમને ગર્વ છે કે શિવસેનાએ અયોધ્યામાં બાબરી મસ્જીદ માટે ત્યાગ કર્યો
ઓવૈસીએ કહ્યું કે હું પુછવા માંગુ છું કે શું આજે ડીએમકે પણ શિવસેનાથી સહમત છે મારી અને દિનાકરન પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે હું ભાજપની બી ટીમ છું પરંતુ શિવસેનાને સત્તામં મદદ કરનારી કોંગ્રેસ ખુદ ડીએમકેની સાથે બેસી છે, ઓવૈસીએ પુછયુ કે શું ડીએમકે મને ધર્મનિરપેક્ષતાની પોતાના પરિભાષા બતાવી શકે છે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શિવસેનાનું સમર્થન કરી રહી છે ડીએમકે અનુસાર શું શિવસેના ધર્મનિરપેક્ષ છે.