Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં ૧૪૦ કેદીઓને એઈડ્‌સ

લખનૌ, ઉત્તર પ્રદેશની ડાસના જેલમાંથી આવેલી એક ખબરે પ્રશાસનની ઉંઘ ઉડાડી દીધી છે. મળતી વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશની ડાસના જેલમાં ૧૪૦ કેદીઓમાં એઈડ્‌સની પુષ્ટિ થઈ છે. તપાસમાં આ તમામ કેદીઓ એચઆઈવી પોઝીટીવ મળ્યા છે.

અહેવાલો અનુસાર, જેલ પ્રશાસન આ તમામ HIVપોઝીટીવ કેદીઓને લઈને નવી રણનીતિ બનાવી રહ્યું છે. તેમની સારવાર માટે એઇડ્‌સ નિયંત્રણ સમિતિનો સંપર્ક કરાયો છે. ડોક્ટર અને હેલ્થ ટીમને બોલાવવાની તૈયારી ચાલી રહી છે. સાથે જ જિલ્લા પ્રશાસને પણ આ મામલે કડક પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. વધુમાં આ જેલના તમામ કેદીઓની તપાસ કરાશે.

ડાસના જેલ સુપ્રિટેન્ડેન્ટ આલોક કુમારે આ મુદ્દે વાત કરતા જણાવ્યુ કે, તમામ એઇડ્‌સ પીડિત કેદીઓ અંગે વધારાની તકેદારી રાખવામાં આવશે. આ એક રૂટિન ટેસ્ટ છે અને ગભરાવાની જરૂર નથી. હવે જ્યારે દર્દીઓની ઓળખ થઈ ગઈ છે ત્યારે તે તમામની સારવાર કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે આ કેદીઓ નશાના આદી છે. આ રોગ સંક્રમિત સોય અને સંક્રમિત લોહીના કારણે ફેલાય છે, આમાંથી ઘણા લોકોને એક જ સિરીંજ અથવા સોયના નશાને કારણે આ રોગ થયો છે.અહીં તમને જણાવી દઈએ કે, જેલમાં પહેલેથી જ ક્ષમતા કરતા વધુ કેદીઓ છે.

જેલ પ્રશાસને જણાવ્યું કે તમામ ૫૫૦૦ કેદીઓની તપાસ કરવામાં આવી છે. આમાંથી કેટલાકમાં ટીબી સહિત અન્ય રોગોના લક્ષણો જાેવા મળ્યા છે. તપાસ બાદ સંબંધિત કેદીની સારવાર કરવામાં આવી રહી છે. ડાસના જેલમાં ૧૭૦૪ અને જિલ્લા જેલમાં ૫૫૦૦ કેદીઓ છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.