J&Kમાં BJPના ભૂતપૂર્વ સરપંચની હત્યા કરાઈ
(એજન્સી)જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ તેવો દાવો કરવામાં આવે છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ ત્રાસવાદી હુમલાની ઘટના બની રહી છે. આવા એકથી વધુ હુમલામાં ભાજપ સાથે સંકળાયેલા એક ભૂતપૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી છે અને એક ટુરિસ્ટ દંપતી ઈજાગ્રસ્ત થયું છે. શોપિયાનમાં અજાઝ શેખ નામના ભૂતપૂર્વ સરપંચને ત્રાસવાદીઓએ ઠાર માર્યા છે. Aijaz Ahmed Shaikh was shot dead #JammuKashmirNews #Shopian #BJP #BJPLeader #EjazAhmad #Terror
જ્યારે અનંતનાગમાં રાજસ્થાનથી આવેલા એક ટુરિસ્ટ કપલ પર ફાયરિંગ થયું છે. આ ઘટનામાં દંપતીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ૨૦મે એ જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા લોકસભા બેઠક માટે વોટિંગ થવાનું છે ત્યારે આ ત્રાસવાદી ઘટનાઓ બની છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે Âટ્વટર પર લખ્યું છે કે ટુરિસ્ટ પર કોઈના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક મહિલાને ઈજા થઈ હતી.
ફરહા નામની મહિલા જયપુરની વતની છે અને તેની સાથે તેનો પતિ તબરેસ પણ હતો. તેમના પર અનંતનાગમાં આ હુમલો થયો છે. તેમને સારવાર માટે એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આખો એરિયા કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.
પહેલો હુમલો થયા પછી અડધા કલાકમાં જ બીજો હુમલો થયો હતો જેમાં ભૂતપૂર્વ સરપંચ ઐજાઝ શેખની હત્યા કરવામાં આવી છે. ઐજાઝ શેખ ભાજપ સાથે જોડાયેલા હતા અને શોપિયાનના હિરપોરામાં તેમના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ઐજાઝ શેખ તેમની પાર્ટીના બહુ બહાદુર આગેવાન હતા અને ભાજપ તેના પરિવારની પડખે ઉભો રહેશે.
જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ રાજૌરી બેઠક માટે પ્રચાર ચાલી રહ્યું છે ત્યારે આ બે હુમલા થયા છે. કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ મહેબુબા મુફ્તી, ફારુખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની ટીકા કરી છે. મહેબુબા મુફ્તી અનંતનાગથી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા બારામુલ્લાથી ચૂંટણી લડી રહ્યા છે.
મહેબુબા મુફ્તીએ Âટ્વટર પર કહ્યું કે આ હુમલો જે સમયે થયો તે ચિંતા પેદા કરે છે. તેનું ટાઈમિંગ બહુ ચિંતાજનક છે ખાસ કરીને જ્યારે ભારત સરકાર દ્વારા અહીં બધું સામાન્ય હોવાનો દાવો કરવામાં આવે છે ત્યારે આ ચિંતા પેદા કરે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ લોકસભા બેઠકો છે.