Western Times News

Gujarati News

PM મોદીના વધતાં ગ્રાફને નીચે લાવવાનું લક્ષ્યઃ કિસાન નેતાનો વીડિયો વાયરલ

પ્રતિકાત્મક

ગુપ્તચર એજન્સીઓ એલર્ટઃ વીડિયો વાયરલ થતાં જ રાજકીય ક્ષેત્રે ભારે ઉહાપોહ

નવી દિલ્હી, ત્રણ દિવસથી પંજાબ-હરિયાણાની સીમા પર બેઠેલા ભારતીય કિસાન યૂનિયન સિદ્ધપુર અને પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ કમિટીનું લક્ષ્ય ખેડૂતોનાં મુદાઓની તરફ કેન્દ્રનું ધ્યાન ખેંચવાનું હતું કે આંદોલન થકી રાજનીતિ કરવાનું…હવે આ પ્રકારનાં સવાલો ઊભા થઈ રહ્યાં છે. જ્યારથી મ્દ્ભેંનાં પ્રધાન જગજીત સિંહ ડલ્લેવાલનો વીડિયો સામે આવ્યો છે ત્યારથી આંદોલન પ્રતિ લોકોની સંવેદનશીલતા ડગમગતી જોવા મળી રહી છે. Aiming to bring down PM Modi’s rising graph: Kisan leader’s video goes viral

વીડિયોમાં ડલ્લેવાલે કહી રહ્યાં છે કે- હું ગામડાઓમાં વાત કરતો હતો, ચાન્સ ઘણો ઓછો છે અને મોદીનો ગ્રાફ ઘણો ઊંચો, શું આ થોડા દિવસોમાં આપણે ગ્રાફ નીચે લાવી શકીએ છીએ જો કે ડલ્લેવાલાનો આ વીડિયો વાયરલ થયાં બાદ લોકો તેમની આ વિચારધારાને ખોટી કહી રહ્યાં છે. ડલ્લેવાલે કહે છે કે સરકાર અહંકારી છે.

ખેડૂતો પ્રતિ સરકારનો આ તાનાશાહી રવૈયો છે. ખેડૂતો પર ઈંટોથી હુમલાઓ કરવામાં આવ્યાં છે. જો કે વીડિયો વાયરલ થયાં બાદ ડલ્લેવાલે તરફથી વીડિયોને લઈને કોઈપણ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.

ડલ્લેવાલનાં વીડિયોને લીધે સંપૂર્ણ ખેડૂલ આંદોલન પર સવાલો ઊઠી રહ્યાં છે. શું ખેડૂતો ખરેખર પોતાના ન્યાય માટે લડી રહ્યાં છે કે પછી ડલ્લેવાલે કહ્યું એ રીતે આ કોઈ રાજકીય પગલું છે જે ચૂંટણી સમયે ભરવામાં આવી રહ્યું છે.

કિસાન નેતાના વાયરલ થયેલા વીડિયો બાદ રાજકીય ક્ષેત્રે ભારે ઉહાપોહ મચી ગયો છે. અગાઉ પણ કિસાન આંદાલેન શંકાના દાયરામાં હતું ત્યારે આ વખતે પણ કિસાન નેતાના વડાપ્રધાન વિરોધી નિવેદન બાદ હવે નાગરિકો કિસાન આંદોલન અંગે શંકા કુશંકા સેવવા લાગ્યાં છે. અચાનક જ શરૂ થયેલાં કિસાન આંદોલન પાછળ દેશ વિરોધી અથવા તો વિદેશી તાકાતનો હાથ હોવાની ખુલ્લેઆમ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આગામી દિવસોમાં આ અંગેની સંપૂર્ણ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ પણ છે. હાલમાં ખેડૂતો દ્વારા આંદોલન દરમિયાન હિંસા કરતાં સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.