Western Times News

Gujarati News

બેંગલુરુમાં વાયુસેનાના વિંગ કમાન્ડર પર જીવલેણ હુમલો

બેંગલુરુ, કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંયા ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડર પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યાે હતો. જેના કારણે વિંગ કમાન્ડર ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, વિંગ કમાન્ડર પર પોતાની પત્નીની સાથે એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં તેમને માથા પર ઈજા પહોંચી છે. તેમણે ઘટના પછી પોલીસની નિષ્ક્રિયતાની ટીકા પણ કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં વિંગ કમાન્ડર ગંભીર રીતે ઘાયલ અને લોહીથી લથબથ દેખાઈ રહ્યા છે. વિંગ કમાન્ડર શિલાદિત્ય બોઝે આક્ષેપ લગાવ્યો છે કે દ્વિચક્રી વાહન પર તેમની પાછળ આવી રહેલા લોકોએ હુમલો કર્યાે અને અપશબ્દો બોલ્યા હતા.

તેમણે ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કર્યાે, જેમાં તેમણે ઘટનાક્રમની વિગતવાર માહિતી આપીને પોતાના ચહેરા અને ગળા પરના ઈજાના નિશાન દેખાડ્યા, જેમાંથી લોહી વહી રહી રહ્યું હતું.

આ સાથે તેમણે દાવો કર્યાે કે પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ તેમને ત્વરિત મદદ મળી નહીં.આ સાથે વીડિયોમાં તેમણે જણાવ્યું કે, હું મારી પત્નીની સાથે એરપોર્ટ જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા બાઈક ચાલકોએ કન્નડ ભાષામાં અપશબ્દો બોલ્યા હતા. પછી મારી પત્નીને પણ અપશબ્દો કહ્યા હતા.

હું આ સહન કરી શક્યો નહીં. પછી હું ગાડીમાંથી બહાર નીકળ્યો તો એક આદમીએ મારા માથા પર પથ્થર માર્યાે હતો. મેં રોકવાની કોશિશ કરી તો તેણે ફરીથી મારપીટ શરૂ કરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.