Western Times News

Gujarati News

એર ઈન્ડિયાએ ૧૮૦થી વધુ કર્મીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

નવી દિલ્હી, ટાટા જૂથની એરલાઈન એર ઈન્ડિયાએ તેના કર્મચારીઓને આંચકો આપ્યો છે. એરલાઈને છેલ્લા કેટલાક સપ્તાહમાં ૧૮૦થી વધુ નોન-ફ્લાઈંગ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

માહિતી અનુસાર, આ છંટણી પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ કંપનીની વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમનોનો લાભ લઈ શક્યા ન હતા અને તેઓ રિ-Âસ્કલિંગની તકનો પણ લાભ લઈ શક્યા હતા.

સમાચાર અનુસાર, એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું છે કે નોન ફ્લાઈંગ ફંક્શનમાં કામ કરતા કર્મચારીઓને સંસ્થાની જરૂરિયાતો અને તેમની વ્યક્તિગત યોગ્યતાના આધારે એરલાઈનમાં એડજસ્ટ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ૧૮ મહિનામાં તમામ કર્મચારીઓની યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક પ્રક્રિયાને અનુસરવામાં આવી છે.

આ તબક્કા દરમિયાન કર્મચારીઓને અનેક સ્વૈÂચ્છક નિવૃત્તિ યોજનાઓ અને રી-Âસ્કલિંગની તકો પણ પૂરી પાડવામાં આવી છે. એર ઈન્ડિયાના પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે એક ટકા કર્મચારીઓ કે જેઓ વીઆરએસ અથવા રી-સ્કિલિંગની તકોનો ઉપયોગ કરવા માટે લાયક જણાયા ન હતા તેમને અલગ કરવા પડ્યા હતા. જોકે પ્રવક્તાએ કેટલા કર્મચારીઓની છંટણી કરવામાં આવી હતી તે જણાવ્યું ન હતું, અહેવાલ આપ્યો હતો કે ૧૮૦ કરતાં વધુ કર્મચારીઓ હતા.

કંપનીએ જણાવ્યું હતું કે તે તમામ કરાર આધારિત જવાબદારીઓનું સન્માન કરી રહી છે અને જાન્યુઆરી ૨૦૨૨માં ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના હસ્તાંતરણ બાદ વીઆરએસના બે રાઉન્ડની ઓફર કરી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં ટાટાએ એર ઈન્ડિયાને ટેકઓવર કર્યું ત્યારથી એરલાઈનના બિઝનેસ મોડલને ટેકઓવર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ સંગઠનાત્મક માળખાના પુનઃનિર્માણ માટે પણ થઈ રહ્યો છે.

એરલાઇનના વિહાન એઆઈના રૂપમાં એક મલ્ટીઇયર ચેન્જ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. એર ઈન્ડિયાનો બજાર હિસ્સો ફેબ્રુઆરીમાં ૧૨.૨ ટકાથી વધીને ૧૨.૮ ટકા થયો હતો, જ્યારે ઈન્ડિગોનો બજાર હિસ્સો જાન્યુઆરીમાં ૬૦.૨ ટકાથી નજીવો ઘટીને ૬૦.૧ ટકા થયો હતો. ડોમેસ્ટિક ટ્રાવેલમાં ઈન્ડિગો સૌથી વધુ માર્કેટ શેર ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.