એર ઈન્ડિયાએ લોકનૃત્યોની શૈલીની ઊજવણી કરતો નવો ઇનફ્લાઇટ સેફ્ટી વીડિયો લોન્ચ કર્યો
બોલ્ડ, વાઇબ્રન્ટ અને આત્મવિશ્વાસુ ભારતીય તરીકેની બ્રાન્ડ વેલ્યુની પુનઃપુષ્ટિ કરી
ગુરૂગ્રામ, ભારતની અગ્રણી ગ્લોબલ એરલાઇન એર ઈન્ડિયાએ આજે ભારતની વાઇબ્રન્ટ સંસ્કૃતિના કેલિડોસ્કોપ સાથે સુરક્ષા સૂચનાઓને સરળતાથી સમાવતા એરલાઇનના નવા ઇનફ્લાઇટ સેફ્ટી વીડિયો સેફ્ટી મુદ્રા લોન્ચ કર્યો હતો.
મેક્કેન વર્લ્ડગ્રુપના પ્રસૂન જોશી, શંકર મહાદેવન અને ભારતબાલાની વિઝનરી ત્રિપુટી સાથેના સહયોગમાં તૈયાર કરાયેલો આ વીડિયો મુસાફરોને સાંકળવા માટે ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે અને જરૂરી સુરક્ષા માહિતી પૂરી પાડવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિની વિવિધતા તથા ઊંડાઈને દર્શાવે છે. AIR INDIA LAUNCHES NEW INFLIGHT SAFETY VIDEO CELEBRATING INDIAN CLASSICAL AND FOLK DANCE FORMS.
સદીઓથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય તથા લોક-કળા પ્રકારો વાર્તાઓ કહેવા તથા સૂચનાઓ માટેના માધ્યમો રહ્યા છે. એર ઈન્ડિયાનો નવો ઇનફ્લાઇટ સેફ્ટી વીડિયો દેશભરની આઠ વિવિધ નૃત્ય કળાઓ એટલે કે ભરતનાટ્યમ, બિહુ, કથક, કથકલી, મોહિનીયત્તમ, ઓડિસી, ઘૂમર અને ગિદ્ધમાં નૃત્ય અભિવ્યક્તિ કે મુદ્રાઓ સાથે સુરક્ષાની સૂચનાઓને ઇન્ટિગ્રેટ કરે છે. રજૂ કરાયેલી દરેક નૃત્ય કળા ચોક્કસ સુરક્ષા સૂચનાઓ દર્શાવે છે જે મહત્વની માહિતીને રસપ્રદ રીતે તથા સાંસ્કૃતિક રીતે સમજી શકાય તે રીતે રજૂ કરે છે.
એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે “દેશની ફ્લેગબેરર તથા ભારતની કળા તથા સંસ્કૃતિના લાંબા સમયથી સમર્થક તરીકે એર ઈન્ડિયા વિશ્વભરના મુસાફરોને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા દર્શાવવાની સાથે જરૂરી સુરક્ષા સૂચનાઓ પૂરી પાડવા માટે તૈયાર કરાયેલી કળાની અનોખી રજૂઆત કરતા આનંદ અનુભવે છે. અમારા અતિથિઓને આ ઇનફ્લાઇટ સેફ્ટી વીડિયો વધુ આકર્ષક તથા માહિતીપ્રદ લાગશે અને તેઓ ઓનબોર્ડ થશે તે ક્ષણે જ ભારતમાં તેમનું હૂંફાળું સ્વાગત કરશે.”
View this post on Instagram
ગ્રેમી એવોર્ડ વિજેતા મ્યુઝિક કમ્પોઝર અને ગાયક શંકર મહાદેવન દ્વારા કમ્પોઝ કરાયેલા સંગીત સાથે આ વીડિયો મુસાફરોને સુરક્ષા તથા સંસ્કૃતિના સુભગ સમન્વયનો અનુભવ કરવા આમંત્રણ આપે છે. લગભગ છ મહિનાના ગાળામાં થયેલા આ પ્રોજેક્ટમાં ક્રિએટર્સે દેશના ખૂણેખૂણે વિવિધ નયનરમ્ય સ્થળોનો પ્રવાસ ખેડીને ભારતનું મહત્વ દર્શાવતા દ્રશ્યો શૂટ કર્યા હતા.
સેફ્ટી વીડિયો શરૂઆતમાં એર ઈન્ડિયાના નવા રજૂ કરાયેલા એ350 એરક્રાફ્ટ પર જોઈ શકાશે જે અત્યાધુનિક ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સ્ક્રીન ધરાવે છે. બાદમાં તે એર ઈન્ડિયાની ફ્લીટમાં અન્ય એરક્રાફ્ટ પર લાગુ કરવામાં આવશે.