Western Times News

Gujarati News

મુંબઈ અને ન્યૂયોર્ક વચ્ચે એર ઇન્ડિયા નોન-સ્ટોપ સર્વિસ ફરી શરૂ 

પ્રતિકાત્મક

BOM-JFK રુટ પર ફ્લાઇટ 14 ફેબ્રુઆરી, 2023થી ફરી શરૂ થશે

નવી દિલ્હી, ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયા 14 ફેબ્રુઆરી, 2023થી મુંબઈ અને ન્યૂયોર્કમાં જેએફકે એરપોર્ટ વચ્ચે એની નોન-સ્ટોપ સર્વિસ ફરી શરૂ કરવાની સાથે એની આંતરરાષ્ટ્રીય કામગીરીનું વિસ્તરણ જાળવી રાખશે. Air India resumes its non-stop service between Mumbai and New York.

વર્ષ 2019ની શરૂઆતમાં બંધ થયેલી આ સર્વિસ ફરી શરૂ કરવાની સાથે મુંબઈથી અમેરિકા સુધીની આ નવી ફ્લાઇટ ત્રીજી નોન-સ્ટોપ એર ઇન્ડિયા સર્વિસ છે, જે નેવાર્ક (EWR) અને સેન ફ્રાન્સિસ્કો (SFO)ની ફ્લાઇટ સાથે જોડાશે.

આ સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય એરલાઇનના મુંબઈને દિલ્હી પછી બીજા મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાના સહિયારા પ્રયાસ સાથે સુસંગત છે, જે ભારત અને દુનિયાના અન્ય દેશો વચ્ચે મહત્તમ આંતરરાષ્ટ્રીય જોડાણ પ્રદાન કરે છે.

ફ્લાઇટ નવા સામેલ થયેલા બોઇંગ 777-200LR વિમાન સાથે દરરોજ કાર્યરત થશે અને એર ઇન્ડિયાની ભારત-અમેરિકા વચ્ચેની ફ્રીક્વન્સી દર અઠવાડિયે 47 નોન-સ્ટોપ ફ્લાઇટ થઈ જશે. અત્યારે એર ઇન્ડિયા મુંબઈથી સેન ફ્રાન્સિસ્કો અને નેવાર્ક, દિલ્હીથી ન્યૂયોર્ક, નેવાર્ક, વોશિંગ્ટન ડીસી, સેન ફ્રાન્સિસ્કો અને શિકાગો તથા બેંગાલુરુથી સેન ફ્રાન્સિસ્કો સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ ઓપરેટ કરે છે.

મુંબઈથી ન્યૂયોર્ક વચ્ચે પ્રથમ ફ્લાઇટ AI 119 મુંબઈથી 00:55 વાગે ઉડાન ભરશે અને એ જ દિવસે ન્યૂયોર્ક 06:55 (સ્થાનિક સમય) પર ઉતરશે. રિટર્ન ફ્લાઇટ AI 116 ન્યૂયોર્કથી 10:55 વાગે (સ્થાનિક સમય) ઉડાન ભરશે અને મુંબઈ 11:35 વાગે +1 દિવસે આવશે.

એર ઇન્ડિયાના સીઇઓ અને એમડી શ્રી કેમ્પ્બેલ વિલ્સને કહ્યું હતું કે, “એર ઇન્ડિયાના Vihaan.AI પરિવર્તનનું મુખ્ય પાસું ભારતના મુખ્ય મહાનગરો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્રો વચ્ચે જોડાણમાં નોંધપાત્ર રીતે વધારો કરશે. ડિસેમ્બરમાં મુંબઈથી સેન ફ્રાન્સિસ્કો સુધી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ થયા

પછી મુંબઈથી ન્યૂયોર્ક જેએફકે સુધી નવી સર્વિસ ઉમેરાતાં ભારતની આર્થિક રાજધાનીને મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે વિકસાવવાની અમારી કટિબદ્ધતા જાહેર થઈ છે. આ રુટ શરૂ થવાની સાથે એર ઇન્ડિયા ભારત અને અમેરિકા વચ્ચે દર અઠવાડિયે ઉપલબ્ધ 47 નોનસ્ટોપ ફ્લાઇટ ઓફર કરશે, જેમાં દર અઠવાડિયે કેનેડા સુધીની સેવા આપતી 14 ફ્લાઇટ સામેલ છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.