Western Times News

Gujarati News

એર ઇન્ડિયા 18 ઓગસ્ટથી બેંગ્લોર અને લંડન વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરશે

પ્રતિકાત્મક

ગુરૂગ્રામ, એર ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે તે 18 ઓગસ્ટ, 2024થી બેંગ્લોર અને લંડન ગેટવિક (એલજીડબલ્યુ) વચ્ચે નોન-સ્ટોપ સર્વિસની શરૂઆત કરશે, જે સાથે બેંગ્લોર યુકેના બીજા ક્રમના સૌથી મોટા એરપોર્ટ સાથે જોડાનાર પાંચમું ભારતીય શહેર બનશે. AIR INDIA TO FLY NON-STOP BETWEEN
BENGALURU AND LONDON GATWICK FROM 18 AUGUST

આ સર્વિસ યુકેમાં એર ઇન્ડિયાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરશે તથા ભારત અને યુકે વચ્ચે મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક જોડાણને વધુ મજબૂત બનાવશે.

એર ઇન્ડિયા બેંગ્લોર અને ગેટવિક વચ્ચે સપ્તાહમાં પાંચ વખત ઓપરેટ કરશે, જે સાથે લંડન ગેટિવક જવા અને આવવાની ફ્લાઇટ્સની કુલ સંખ્યા સાપ્તાહિક 17 થઇ જશે.

આ રૂટ ઉપર એરલાઇન તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટનો ઉપયોગ કરશે, જેમાં બિઝનેસ ક્લાસમાં 18 ફ્લેટ બેડ અને ઇકોનોમીમાં 238 વિશાળ સીટો સામેલ છે.

એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે, “અમે અમારા મહેમાનો માટે બેંગ્લોર અને લંડન ગેટવિક વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઇટ્સનો પ્રારંભ કરતાં ઉત્સાહિત છીએ. આ નવો રૂટ બંન્ને મહત્વપૂર્ણ બિઝનેસ અને લેઝર ડેસ્ટિનેશન વચ્ચે પ્રવાસની વધતી માગને પૂર્ણ કરે છે તથા અમારા વૈશ્વિક નેટવર્કના વિસ્તરણની અમારી કટીબદ્ધતાને મજબૂત કરે છે.”

SCHEDULE OF FLIGHTS BETWEEN BENGULURU AND LONDON GATWICK
Effective 18 August 2024
Flight # Sector Departure Arrival Days of Operation
AI177 Bengaluru-London Gatwick 1305 Hrs 1905 Hrs Mon, Wed, Thu, Fri, Sun
AI178 London Gatwick-Bengaluru 2035 Hrs 1050 Hrs (+1) Mon, Wed, Thu, Fri, Sun

All times are local. (+1) denotes next day arrival.

એર ઈન્ડિયાની અધિકૃત વેબસાઈટ (www.airindia.com), મોબાઈલ એપ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ અને ભાગીદારો સહિત તમામ ચેનલો પર ફ્લાઈટ્સ માટેનું બુકિંગ શરૂ થઇ ગયું છે.

એર ઈન્ડિયા હાલમાં અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચી એમ ચાર ભારતીય શહેરોને લંડન ગેટવિક સાથે જોડે છે. એરલાઇન લંડન હીથ્રો માટે સાપ્તાહિક 31 વખત અને બર્મિંઘમથી આવવા અને જવા માટે સાપ્તાહિક 6 વખત ઓપરેટ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.