મહાકુંભ 2025ની માંગને પહોંચી વળવા એર ઈન્ડિયા પ્રયાગરાજ સુધી દરરોજ ફ્લાઇટ ઉપાડશે
- 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2025 સુધી દિલ્હી-પ્રયાગરાજની ફ્લાઇટ્સ
- ભારત અને વિશ્વના અન્ય ભાગોથી વાયા દિલ્હી પ્રયાગરાજના સુલભ કનેક્શન્સ
ગુરુગ્રામ, 14 જાન્યુઆરી, 2025 – એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે તે વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા એવા મહા કુંભ મેળા 2025 દરમિયાન દિલ્હીથી પ્રયાગરાજ વચ્ચે દરરોજ કામચલાઉ ધોરણે ફ્લાઇટ્સ ચલાવશે.
મોટા પાયે માંગને પૂરી કરવા એર ઈન્ડિયા 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી, 2025 સુધી આ રૂટ પર ઓપરેટ કરશે. આ ફ્લાઇટ્સ સાથે એર ઈન્ડિયા ગ્રાહકો માટે આ બે શહેરો વચ્ચે એકમાત્ર ફુલ-સર્વિસ ફ્લાઇંગ વિકલ્પ છે જે તેમને ઇકોનોમી ક્લાસ ઉપરાંત પ્રીમિયમ કેબિન્સની પસંદગી પૂરી પાડે છે.
આ દિશામાં દિવસ દરમિયાનના સુલભ પ્રસ્થાન સાથે ફ્લાઇટ્સ ભારતના વિવિધ ભાગો અને ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણપૂર્વ એશિયાના વિવિધ દેશોમાંથી અને તે તરફ મુસાફરી કરતા ગ્રાહકો માટે વાયા દિલ્હી સરળ કનેક્શન્સ સક્ષમ બનાવે છે.
SCHEDULE OF FLIGHTS BETWEEN DELHI AND PRAYAGRAJ | |||||
Period | Flight # | Frequency | Sector | Departure | Arrival |
25 Jan – 31 Jan 2025 | AI2843 | Daily | Delhi-Prayagraj | 14:10 | 15:20 |
AI2844 | Daily | Prayagraj-Delhi | 16:00 | 17:10 | |
01 Feb – 28 Feb 2025 | AI843 | Daily | Delhi-Prayagraj | 13:00 | 14:10 |
AI844 | Daily | Prayagraj-Delhi | 14:50 | 16:00 |
આ ફ્લાઇટ્સ માટે બુકિંગ્સ એર ઈન્ડિયાની વેબસાઇટ, મોબાઇલ એપ અને ટ્રાવેલ એજન્ટ્સ સહિત તમામ ચેનલ્સ પર શરૂ કરવામાં આવી રહ્યા છે.