Western Times News

Gujarati News

WTAમાં એશિયાની અગ્રણી એરલાઇન ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ 2024નું પ્રતિષ્ઠિત બિરુદ એનાયત

એર ઇન્ડિયાના A350 ફ્લીટ અને અપગ્રેડ કરેલા લાંબી મુસાફરી માટેના એરક્રાફ્ટના નવા ઇનફ્લાઇટ એન્ટરટેઈનમેન્ટે વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ 2024માં ટોચના એવોર્ડ જીત્યા

  • નવી IFE સિસ્ટમ નવા અને રેટ્રોફિટેડ વાઇડબોડી એરક્રાફ્ટ પર ક્રમશઃ ઉપલબ્ધ કરાશે

ગુરુગ્રામ, 08 ઑક્ટોબર 2024: ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાને આ વર્ષે મનિલામાં આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ (WTA)માં એશિયાની અગ્રણી એરલાઇન ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ 2024નું પ્રતિષ્ઠિત બિરુદ એનાયત કરવામાં આવ્યું છે. કોઈ ભારતીય એરલાઇને આ ખિતાબ જીત્યો હોય એવો આ પહેલો પ્રસંગ છે.

“ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીના ઓસ્કાર” તરીકે ઓળખાતા વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ વૈશ્વિક મુસાફરી અને પર્યટન ઉદ્યોગના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાને બિરદાવવા, પુરસ્કૃત કરવા અને ઉજવવાનું કામ કરે છે. એવોર્ડની 31મી વાર્ષિક આવૃત્તિમાં પુરસ્કારોએ વિશ્વભરની શ્રેષ્ઠ બાબતોને ધ્યાનમાં લીધી હતી. આ પુરસ્કારો પ્રાપ્ત કરતા એર ઇન્ડિયા હવે પાછલા વર્ષોમાં એવોર્ડ જીત્યો હોય એવી ગણીગાંઠી વૈશ્વિક એરલાઇન્સમાં સામેલ થઈ ગઈ છે.

આ પુરસ્કાર અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઇનફ્લાઇટ મનોરંજન પ્રદાન કરવા માટે એર ઇન્ડિયાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે એર ઇન્ડિયાને વિશ્વ કક્ષાની એરલાઇનમાં રૂપાંતરિત કરવા માટેની અમારી પ્રતિબદ્ધતાને સુદૃઢ કરે છે,” એમ એર ઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપિરીઅન્સ ઓફિસર રાજેશ ડોગરાએ જણાવ્યું હતું.

AIR INDIA’S NEW INFLIGHT ENTERTAINMENT, AVAILABLE ON ITS A350 FLEET AND UPGRADED LONG-HAUL AIRCRAFT, WINS TOP HONOURS AT WORLD TRAVEL AWARDS 2024.

આ એવોર્ડ એર ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલા ઇન્ફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ (IFE) સામગ્રીના સંપૂર્ણ ગુલદસ્તાને (સ્યૂટને) માન્યતા આપે છે અને હાલમાં દિલ્હી-હિથ્રો રૂટ પર સેવા આપતા એરલાઇન્સના એરબસ A350 પર ઉપલબ્ધ છે, અને નવેમ્બરમાં ન્યૂયોર્ક (JFK)માં શરૂ થશે. આ જ ગુલદસ્તાને ઓર્ડરમાં છે એવા 64 નવાં વાઇડબોડી એરક્રાફ્ટમાં રાખવામાં આવશે, તેમજ જૂના વાઇડબોડી એરક્રાફ્ટમાં સીટો અને એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમના સંપૂર્ણ આંતરિક રીટ્રોફીટિંગ વખતે ઉમેરવામાં આવશે.

નવા IFEના સંપૂર્ણ ગુલદસ્તામાં આજના જાગૃત પ્રવાસીઓ માટે 1400 કલાકની મૂવીઝ, 850 કલાકની ટીવી અને 1000 કલાકની ઑડિયો સહિત તમામ સ્વરૂપ અને જૉનરઓમાં 3000 કલાકથી વધુ મનોરંજક સામગ્રી છે.

આકાશમાં ભારતીય સામગ્રીનો સૌથી મોટો સંગ્રહ: એર ઇન્ડિયાના મહેમાનો દાયકાવાર અને જૉનર પ્રમાણે વર્ગીકૃત 300થી વધુ ભારતીય મૂવીઝમાંથી પસંદગી કરી શકે છે. નવા ગુલદસ્તામાં અનેકવિધ લોકપ્રિય અને આકર્ષક વેબ સિરીઝ અને ડિજિટલ કન્ટેન્ટ ઉપરાંત આઠ ભાષાઓમાં 120 ભારતીય પ્રાદેશિક મૂવીઝ સાથે પ્રાદેશિક સિનેમાનું સમૃદ્ધ વૈવિધ્ય પ્રદાન કરે છે.

હોલિવૂડ બ્લોકબસ્ટર્સ: બાફ્ટા અને ઓસ્કાર વિજેતા ટાઇટલ સહિત લગભગ 300 હોલિવૂડ મૂવીઝના હોલિવૂડ કલેક્શનમાં તમામ રુચિઓ સંતોષાય છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય: એર ઇન્ડિયાનો વૈશ્વિક સિનેમાનો ભંડાર 13 ભાષાઓમાં ફેલાયેલો છે. તેમાં ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, મેન્ડેરિન, કેન્ટોનિઝ, ઇન્ડોનેશિયન, જાપાનિઝ, કોરિયન, પોર્ટુગિઝ અને સ્લોવેનિયન સહિત અન્ય ભાષાઓમાં વિશ્વભરની વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ટીવી અને ડિજિટલ કન્ટેન્ટ: એર ઇન્ડિયાની ઇન-ફ્લાઇટ લાઇબ્રેરીમાં અનેક જૉનર અને વર્ગોમાં વર્ગીકૃત પશ્ચિમી, ભારતીય અને આંતરરાષ્ટ્રિય ટીવી શો અને ડિજિટલ કન્ટેન્ટના 1400થી વધુ એપિસોડ્સ છે. મહેમાનો ‘બિહાઇન્ડ-ધ-વોલ’માંથી પણ કન્ટેન્ટનો આનંદ માણી શકે છે. એર ઇન્ડિયાના નવા IFEમાં પેરામાઉન્ટ+, એચબીઓ, સોની લિવ, હુલુ વગેરે સહિત સૌથી મોટા સ્ટ્રીમિંગ અને ઓટીટી પ્લેટફોર્મ્સમાંથી પસંદગી તેમજ વૉગ, જીક્યુ અને ધ ન્યૂ યોર્કર તરફથી કન્ટેન્ટની વિસ્તૃત લાઇબ્રેરી મળશે.

ઑડિયો: અનેક આરજે જેવા કે મલિષ્કા મેન્ડોન્સા, ગિન્ની મહાજન, સલિલ આચાર્ય, અર્ચના પાનિયા, અનુરાગ પાંડે, અને બીજા ઘણા એર ઇન્ડિયા રેડિયો પર એક વિશિષ્ટ શ્રાવ્ય સામગ્રી પૂરી પાડે છે. કારણ કે તેમની પાસે સેલિબ્રિટી ઇન્ટરવ્યુ, કલાકાર વિશેષ, નાની-મોટી બાબતો અને સંગીતનો ખજાનો છે. અયાઝ મેમનની સાથેની એર ઇન્ડિયાની સ્પેશિયલ-એડીશન પોડકાસ્ટ શ્રેણી કપ ઓ‘ ટેલ્સ તેમજ અન્ય ઓડિયો પોડકાસ્ટ ચુકશો નહીં.

મહેમાનો અમારા સંગીતના વિશિષ્ટ કલેક્શનમાં પણ તરબોળ થઈ શકે છે. એમાં 190થી ક્યુરેટેડ પ્લેલિસ્ટ સહિત 1200થી વધુ વિકલ્પો છે. એમાં પૉપ અને રોકથી લઈને જાઝ, વેસ્ટર્ન ક્લાસિકલ, બૉલિવૂડ, ગઝલો, હિંદુસ્તાની અને કર્ણાટક ક્લાસિકલ, ઇન્ડિપોપ, અનેક જૉનર અને યુગ, ભારતના પ્રાદેશિક સંગીત, ચિત્તને શાંત કરતા સંગીત અને ઘણું બધું આવરી લેતા એક વિશાળ આલ્બમ સંગ્રહનો સમાવેશ થાય છે.

કિડ્સ ઝોન: યુવા મુસાફરો 100 કલાકથી વધુ ક્યુરેટેડ ઑડિઓ અને વિડિયો સામગ્રીની વ્યાપક પસંદગીનો આનંદ માણી શકે છે. આને ત્રણ ખાસ વિભાગો – પ્રી-સ્કૂલ, કિડ્સ અને ટીન્સમાં વહેંચવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.