સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઇરાની કોન્સ્યુલેટ પર હવાઈ હુમલો

(એજન્સી)ઈઝરાયેલ, ઇઝરાયેલે ઇરાની કોન્સ્યુલેટ પર કરવામાં આવેલ હુમલો ઇરાનની કુદ્સ ફોર્સ માટે વધુ ઘાતકી બન્યો. કારણ કે આ હુમલામાં ઈરાનની સેના સાથે જોડાયેલા કુદ્સ ફોર્સના મોટા અધિકારી જનરલ મોહમ્મદ રેડા ઝાહેદીનું મોત થયું છે. ૬૫ વર્ષીય ઝાહિદીએ કુદ્સ ફોર્સ માટે કામ કર્યું હતું અને સીરિયા અને લેબનોનમાં ગુપ્ત કામગીરીની દેખરેખ રાખી હતી.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હવે સમગ્ર પશ્ચિમ એશિયાને લપેટમાં લઈ રહ્યું છે. ઈઝરાયેલ હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. જણાવી દઈએ કે ઈરાનની સેનાનું નામ રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે, પરંતુ તેની વિદેશી પાંખ કુદ્સ ફોર્સ તરીકે ઓળખાય છે. આ રીતે ઇઝરાયેલના હુમલાને કારણે છેલ્લા એક વર્ષમાં સૌથી મોટું નુકસાન ઇરાનને થયું છે.
હુમલામાં ઈરાનના કુદ્સ ફોર્સના બે ટોચના કમાન્ડર અને અન્ય ૫ અધિકારીઓના મોત થયા છે. આમાં સીરિયામાં ઈરાનના સૌથી વરિષ્ઠ અધિકારી મોહમ્મદ રેઝા ઝાહેદી અને તેમના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ હજ રહીમીનો સમાવેશ થાય છે. સીરિયામાં ઈરાનના રાજદૂત હુસેન અકબરીને હવાઈ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “અમારી પાસે આ હુમલાઓનો જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.
તે ક્યારે અને કેવી રીતે થશે તે અમે જાતે નક્કી કરીશું.” જેરુસલેમ પોસ્ટે ઈરાની પ્રેસને ટાંકીને અહેવાલ આપ્યો છે કે હુમલાના સમયે ઈરાની કમાન્ડર ઝાહેદી ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લઈને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ (ૈઁંત્ન)ના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. હુમલાને કારણે ઈમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. હુમલા બાદ ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
હુમલા બાદ ઈમારતના કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઈઝરાયેલે સીરિયામાં ઈરાનના દૂતાવાસની નજીકની ઈમારતને નિશાન બનાવી હતી. ઈરાનનું કોન્સ્યુલેટ આ ઈમારતમાં હતું.