Western Times News

Gujarati News

સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે વાયુસેના બેન્ડ દ્વારા પરફોર્મન્સ

દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ સાબરમતી આશ્રમ ખાતે તિરંગો ફરકાવ્યો

અમદાવાદ, આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ વિક્રમ સિંહ AVSM VSM એ 12 ઑગસ્ટ 2022ના

રોજ સાંજે 5:30 કલાકે સાબરમતી આશ્રમ ખાતે ‘તિરંગો’ ફરકાવ્યો હતો. આ પ્રસંગે તેની સાથે એરફોર્સ વાઇવ્સ વેલફેર એસોસિએશન (પ્રાદેશિક)ના પ્રમુખ ડૉ. આરતી સિંહ જોડાયા હતા.

આ ઉપરાંત, AOC-in-C સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે સાંજે 6:30 કલાકે ભારતીય વાયુસેના બેન્ડ દ્વારા આપવામાં આવેલા પરફોર્મન્સના સાક્ષી બન્યા હતા. વાયુસેના બેન્ડે માર્શલ ધૂન વગાડી હતી.

સ્થાનિક કલાકારો તેમજ વાયુસેના બેન્ડના કર્મીઓ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પ્રેક્ષકો બેન્ડના પરફોર્મન્સથી મંત્રમુગ્ધ થઇ ગયા હતા. સમગ્ર માહોલ દેશભક્તિના ઉત્સાહથી છલકાઇ ગયો હતો.

 

 

 

 

 

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.