મિશિગન સરોવરની ઉપરનું એરસ્પેસ અસ્થાયી રીતે બંધ
વોશિંગ્ટન, અમેરિકી ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશનની એક નોટિસ મુજબ મિશિગન સરોવરની ઉપરનું એરસ્પેસ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર અસ્થાયી રીતે બંધ કરી દેવાયું છે. જાેકે આ મામલે પેંટાગોન કે એનએએ વતી તાત્કાલિક ધોરણે કોઈ ટિપ્પણી કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકી વિમાન દ્વારા એક ચાઈનીઝ જાસૂસી બલૂન અને બે અજાણી શંકાસ્પદ વસતુઓને તોડી પડાયા બાદ એરસ્પેસને બંધ કરવાનો ર્નિણય લેવાયો હતો.
વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ રવિવારે કહ્યું કે કેનેડાના તપાસકારો યુકોન ક્ષેત્રમાં એક અમેરિકી લડાકૂ જેટ દ્વારા તોડી પડાયેલી રહસ્યમય વસ્તુના કાટમાળને શોધી રહ્યા છે. અમેરિકી સેનેટના ટોચના કાયદા નિર્માતાએ કહ્યું કે કેનેડા અને અમેરિકાના અલાસ્કાની ઉપર ઉડી રહેલી અજાણી શંકાસ્પદ વસ્તુઓ બલૂન જ હોઈ શકે છે. બંનેને હવામાં જ તોડી પડાઈ હતી. આ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં કેનેડાના પીએમ ટ્રૂડોએ કહ્યું હતું કે અમારી રિકવરી ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.SS2.PG