Western Times News

Gujarati News

ઐશ્વર્યાએ બધી જ જવાબદારી ઉપાડી છે: અભિષેક બચ્ચન

મુંબઈ, અભિષેક બચ્ચનની ફિલ્મ રેફ્યુજીને ૩૦ જૂનના રોજ ૨૩ વર્ષ પૂર્ણ થશે. આ સાથે જ અભિષેકના પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૩ વર્ષ પૂર્ણ થવાના છે. દરેક ફિલ્મ સાથે અભિષેક બચ્ચન ઘડાયો છે અને પરિપક્વ થયો છે.

જિંદગીમાં તેણે કેટલાય ઉતાર-ચઢાવ પણ જાેયા છે. હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં અભિષેક બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની જર્ની, પત્ની ઐશ્વર્યા રાયના સપોર્ટ અને દીકરી આરાધ્યાના થતાં ટ્રોલિંગ વિશે વાત કરી છે. અભિષેકે કહ્યું કે, ઐશ્વર્યા પોતે દીકરીનું ધ્યાન રાખીને તેને કામ કરવા જવાની સ્વતંત્રતા આપે છે. અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચન ફિલ્મી પરિવારમાં ઉછરી રહી છે. સ્ટારકિડ હોવાના કારણે દુનિયાનું તેના પ્રત્યેનું વલણ ચોક્કસથી થોડું પક્ષપાતભર્યું રહે છે. Aishwarya has taken all the responsibility: Abhishek

જાેકે, આરાધ્યાને ક્યારેય એવું ના લાગે કે તે ખૂબ પ્રસિદ્ધ પરિવારમાંથી આવી હોવાથી તેને બધું જ સરળતાથી મળી રહ્યું છે તેનું ઐશ્વર્યાએ ધ્યાન રાખ્યું છે. અભિષેકે પત્ની ઐશ્વર્યાએ કરેલા ઉછેરના વખાણ કરતાં કહ્યું, “આરાધ્યાના દાદા-દાદી અને માતાપિતા બંને ફિલ્મી દુનિયામાંથી આવે છે. અમે આ વાતને બહુ મોટી ગણ્યા વિના જ આરાધ્યા સામે મૂકી છે. તેના માટે આ વસ્તુ નોર્મલ છે. જેનો શ્રેય તેની મમ્મી ઐશ્વર્યાને જાય છે. આરાધ્યા એક નોર્મલ બાળકની જેમ ઉછરી છે.

આરાધ્યા પણ કોઈ સામાન્ય બાળકની જેમ સ્કૂલ જાય છે, મિત્રો સાથે વાત કરે છે અને નાનું બાળક જે કંઈ કરવાની મજા લે તે કરે છે. તેને ફિલ્મો જાેવી ખાસ પસંદ નથી, તેને બીજું બધું કરવું ગમે છે. એક પોઈન્ટ પર પહોંચ્યા પછી હું તેને નથી પહોંચવા માગતો કે તેને મારી કઈ ફિલ્મો ગમે છે. મારે પૂછવું પણ નથી કારણકે મને સ્પષ્ટ જવાબ મળશે અને કદાચ હું તેના માટે તૈયાર નથી (હસે છે.) ઐશ્વર્યાએ તેને સરસ રીતે કેળવી છે.

ઐશ્વર્યાએ મને ફિલ્મો કરવાની સ્વતંત્રતા આપી અને તેણે આરાધ્યાની જવાબદારી ઉઠાવી લીધી. સોશિયલ મીડિયા પર આરાધ્યા અવારનવાર ટ્રોલ થતી રહે છે. આ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું, “મારી દીકરી ફિલ્મી દુનિયાના સીમાડાઓમાં બંધાયેલી નથી.

મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જઈને આરાધ્યા વિશે ચર્ચા કરવાની છૂટ હું કોઈને નહીં આપું, આમાં હું પણ નહીં જાેડાઉં અને તેની મર્યાદા નક્કી કરીશ.” જણાવી દઈએ કે, અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા ૧૧ વર્ષની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.