ઐશ્વર્યા રાયએ કરિશ્મા કપૂરને જોતાં જ ફેરવી લીધું મોં

મંુબઈ, નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની લોન્ચ ઈવેન્ટ દરમિયાન બોલિવુડ અને હોલિવુડના સિતારા સામેલ થયા હતા. વર્ષોથી બોલિવુડ પર રાજ કરતાં સિતારાઓથી લઈને નવોદિત કલાકારો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.
જાેકે, બોલિવુડના કેટલાય કલાકારો માટે આ ઈવેન્ટ થોડા વિચિત્ર સંયોગ લઈને આવી હતી કારણકે અહીં એક છત નીચે એવા કેટલાય સિતારા હતા જેમની વચ્ચે ભૂતકાળમાં સંબંધ અથવા મિત્રતા હતા. આ લિસ્ટમાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ઉપરાંત કરિશ્મા કપૂર અને ઐશ્વર્યા રાયનું નામ પણ સામેલ છે.
દ્ગસ્છઝ્રઝ્રના ઉદ્ગાટન વખતનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દેખાય છે કે, ઐશ્વર્યાએ કરિશ્માને જાેતાં જ રસ્તો બદલી નાખ્યો હતો. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાના લગ્નમાં અભિષેક અને કરિશ્મા વચ્ચે નિકટતા વધી હતી. બંને એકબીજાને પસંદ કરતા હતા ત્યારે પરિવારે પણ તેમના સંબંધને મંજૂરી આપી દીધી હતી. ૨૦૦૨માં અભિષેક અને કરિશ્મા કપૂરની સગાઈ થઈ હતી.
પરંતુ કહેવાય છે કે, જયા બચ્ચનના કારણે એક વર્ષ બાદ બંનેએ સગાઈ ફોક કરી હતી. કરિશ્મા લગ્ન પછી ફિલ્મોમાં કામ કરે તેવું જયા નહોતા ઈચ્છતા. એવું પણ કહેવાય છે કે, કરિશ્માની મમ્મી બબીતાને ડર હતો કે, અભિષેકની ફિલ્મો ફ્લોપ થતી રહી તો ભવિષ્યમાં શું થશે? એક સમય હતો જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચન અને કરિશ્મા કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી.
પરંતુ જ્યારે અભિષેક સાથે કરિશ્માનો સંબંધ તૂટ્યો અને ઐશ્વર્યા બચ્ચન પરિવારની વહુ બની ગઈ ત્યારથી કરિશ્મા સાથેની તેની મિત્રતામાં તિરાડ પડી હતી. બંનેનો સંબંધ બદલાઈ ગયો અને ત્યારથી તેઓ કેટલીય ઈવેન્ટ્સમાં એકબીજાને ઈગ્નોર કરતાં દેખાઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, કરિશ્મા કપૂર ‘જિગર’ના કો-એક્ટર અજય દેવગણ સાથે રિલેશનશીપમાં હતી.
બંનેએ ૧૯૯૨માં એકબીજાને ડેટ કર્યા હતા. જાેકે, ૧૯૯૫માં તેઓ અલગ થઈ ગયા હતા. અભિષેક સાથે સગાઈ તૂટ્યા પછી કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરિશ્મા અને સંજયના બે બાળકો છે. કરિશ્મા અને સંજયનો સંબંધ પણ ટક્યો નહીં અને ૨૦૧૪માં તેમણે ડિવોર્સ માટે અરજી કરી અને ૨૦૧૬માં ડિવોર્સ મંજૂર થયા હતા.
ઐશ્વર્યા રાયે ૧૯૯૯માં સલમાન ખાનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને ૨૦૦૨માં બંને અલગ થઈ ગયા હતા. જે બાદ ઐશ્વર્યાનું નામ વિવેક ઓબેરોય સાથે જાેડાયું હતું. પરંતુ તેમનો સંબંધ પણ ૨૦૦૫માં પૂરો થઈ ગયો હતો. ઐશ્વર્યા અને અભિષેક ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’, ‘કુછ ના કહો’માં કામ કર્યું અને ‘ધૂમ ૨’ દરમિયાન બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અભિષેક અને ઐશ્વર્યાએ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા.SS1MS