ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યાની લેટેસ્ટ તસવીર શેર કરી
મુંબઈ, બોલિવૂડ સિતારાઓની વાત કંઇક અલગ જ હોય છે. સિતારાઓની જેમ એમના છોકરાઓ પણ હંમેશા ચર્ચાનો વિષય લોકો માટે બની રહે છે.
આ લોકોનું એક અલગ જ ફેન ફોલોઇંગ હોય છે. સ્ટાર કિડ્સનો ક્રેઝ પણ કંઇક અલગ જ જોવા મળે છે. બચ્ચન પરિવારની લાડલી અને ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યા આ દિવસોમાં હાલ સતત ચર્ચામાં રહે છે. આરાધ્યાની ઝલક જોવા માટે ફેન્સ હંમેશા આતુરત હોય છે.
આમ, સ્ટાર કિડ્સની તસવીર સામે આવતાની સાથે છવાઇ જાય છે. આવી એક ઘટના ફરી વાર બની છે. ઐશ્વર્યા રાયે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં દીકરી આરાધ્યા સાથે જોવા મળી રહી છે. આ તસવીર જોયા પછી ફેન્સના અઢળક રિએક્શન આપી રહ્યા છે અને લોકો આરાધ્યાની તુલના ઐશ્વર્યા સાથે કરી રહ્યા છે. ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ રાયનું નિધન ૧૮ માર્ચ ૨૦૧૭ના રોજ થયુ હતુ.
ત્યારથી દર વર્ષે એક્ટ્રેસ એમને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી રહેતી હોય છે. સોમવારના રોજ પિતાના સમ્માનમાં કેટલીક જૂની તસવીરો અને લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આરાધ્યા બચ્ચનની બે તસવીર હતી જેમાં એક નાનકડી છે અને બીજી હાલની લેટેસ્ટ તસવીર છે.
આ સાથે એક તસવીરમાં ઐશ્વર્યા રાય માતા બૃંદા રાય સાથે નજરે પડી. બેકગ્રાઉન્ડમાં પિતા કૃષ્ણરાજ રાયની તસવીર છે. ઇન્સ્ટાગ્રામ પર ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યુ છે કે તમને હંમેશા હું પ્રેમ કરુ છુ, સૌથી પ્યારા-પ્યારા મારા ડેડી, તમારા દરેકના આશીર્વાદ માટે ધન્યવાદ.
માતા અને નાનીની સાથે એક તસવીરમાં આરાધ્યા બચ્ચન સ્માઇલ આપતી જોવા મળી. આ તસવીરમાં આરાધ્યાની વાયરલ હેર સ્ટાઇલ જોવા મળી રહી છે.
આ હેર સ્ટાઇલમાં આરાધ્યાનો લુક એકદમ અલગ લાગે છે. આ પહેલાં એ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટી દરમિયાન આ રીતની હેર સ્ટાઇલમાં જોવા મળી હતી. આ તસવીર જોયા પછી ફેન્સનું અનેક પ્રકારે રિએક્ટ કરી રહ્યા છે.
ફેન્સનું કહેવુ છે કે આરાધ્યા જેમ-જેમ મોટી થઇ રહી છે એમ એમની માતા જેવી લાગે છે. કેટલાક લોકો આરાધ્યાને માતાની કાર્બન કોપી જણાવી રહ્યા છે.SS1MS