અભિષેક અને દીકરી સાથે ન્યૂયોર્કથી પરત આવી ઐશ્વર્યા

મુંબઈ, બોલિવુડના મોસ્ટ પાવરફુલ કપલમાંથી એક ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે ન્યૂયોર્કમાં વેકેશન મનાવીને મુંબઈ પરત આવી ગયા છે. મંગળવારે સવારે જુનિયર બચ્ચન અને પરિવાર મુંબઈ એરપોર્ટ પર સ્ટાઈલિશ લૂકમાં જાેવા મળ્યા હતા.
આ દરમિયાન મા-દીકરી એટલે કે ઐશ્વર્યા અને આરાધ્યાએ બ્લેક કલરના કેઝ્યુઅલમાં ટિ્વનિંગ કર્યું હતું. ઈન્ટરનેટ પર તેમની વેકેશન પરથી ઘરે આવ્યાની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં ઐશ્વર્યા બ્લેક કલરના આઉટફિટ, બ્લેક લોન્ગ જેકેટ અને કલરફુલ શૂઝમાં જાેવા મળી. કોવિડ-૧૯ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને તેણે માસ્ક પણ પહેર્યું હતું.
અભિષેક કલરફુલ પેસ્ટર શેડની હૂડી અને બેઝ કલરનું પેન્ટમાં જાેવા મળ્યો હતો તો આરાધ્યાએ વ્હાઈટ ટીશર્ટ, બ્લેક જેકેટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. એરપોર્ટ પર ઐશ્વર્યા હંમેશાની જેમ આ વખતે પણ દીકરીનો હાથ પકડીને ચાલતી દેખાઈ હતી. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન માટે ન્યૂયોર્કનું વેકેશન એટલા માટે પણ ખાસ હતું, કારણ કે આ જ જગ્યા છે જ્યાં અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું.
વર્ષ ૨૦૦૭માં જ્યારે કપલ તેમની ફિલ્મ ‘ગુરુ’ના પ્રીમિયર માટે ન્યૂયોર્ક ગયા ત્યારે હોટેલની બાલ્કનીમાં એક્ટરે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું. તેણે તરત જ પ્રપોઝલ સ્વીકારી લીધું હતું. ન્યૂયોર્ક વેકેશન દરમિયાન ત્રણેયની મુલાકાત મ્યૂઝિશિયન અયાન અલી સાથે પણ થઈ હતી.
તેણે બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘આભાર ભાઈજાન અને ભાભી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય આશરે ચાર વર્ષ બાદ મોટા પડદા પર કમબેક કરવાની છે. તે મણિરત્નમની પીરિયડ ડ્રામા ફિલ્મ ‘પોન્નિયન સેલ્વન’માં રાણી ‘નંદિની’નું પાત્ર ભજવતી જાેવા મળશે.
આ ફિલ્મમાં તેની સાથે ચિયાન વિક્રમ, જયમ રવી, કાર્તિ, ત્રિશા, શોભિતા ધુલિપાલા, આર. સરથકુમાર, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ જેવા કલાકારો છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર અને ફર્સ્ટ લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.
સપ્ટેમ્બર, ૨૦૨૨માં ‘પોન્નિયન સેલ્વન’ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. ફિલ્મમાં ચોલ રાજવંશને ખોટી રીતે રજૂ કરાયા હોવાનો ફરિયાદી વકીલે આક્ષેપ લગાવ્યો છે. જે બાદ કોર્ટે ડિરેક્ટર અને ચિયાન વિક્રમને નોટિસ મોકલી છે.SS1MS