ઐશ્વર્યા સખુજાનો સંપર્ક દયાબેનના રોલ માટે કરવામાં આવ્યો
મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ છેલ્લા કેટલાય સમયથી શોમાં દયાબેનને મિસ કરી રહ્યા છે. દયાબેનનો રોલ કરતી અભિનેત્રી દિશા વાકાણી છેલ્લા પાંચેક વર્ષથી શોમાંથી ગાયબ છે. દિશા વાકાણી જેઠાલાલની પત્ની દયાબેનના રોલમાં જાેવા મળતી હતી.
જાેકે, આટલા વર્ષો સુધી દિશાની શોમાં રાહ જાેયા બાદ મેકર્સ હવે આ રોલ માટે નવી અભિનેત્રીને લેવાની તૈયારી કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા જ શોના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, શોમાં દયાબેનની એન્ટ્રી થશે.
દિશાના સ્થાને શોમાં નવી અભિનેત્રીને લેવા માટે ઓડિશન શરૂ થયા હોવાના અહેવાલો છે. દરમિયાન, કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાનો સંપર્ક દયાબેનના રોલ માટે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ‘યે હૈ ચાહતે’ની એક્ટ્રેસનું નામ દયાબેનના રોલ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટનું માનીએ તો, ઐશ્વર્યાએ ખૂબ સારું ઓડિશન આપ્યું હતું. “સહજતાથી દયાના રોલને ભજવી શકે તેવી એક્ટ્રેસની શોધ મેકર્સ કરી રહ્યા છે. ‘તારક મહેતા…’ કલ્ટ શો છે અને ફેન્સ દયાભાભીને યાદ કરી રહ્યા છે. મેકર્સને લાગી રહ્યું છે કે, ઐશ્વર્યા બંધ બેસશે”, તેમ મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી ટાંકવામાં આવ્યું છે.
જાેકે, ઐશ્વર્યા શોમાં હશે કે કેમ તે અંગે મેકર્સ અથવા એક્ટ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પહેલા ચર્ચા હતી કે, તારક મહેતાનો રોલ કરતાં એક્ટર શૈલેષ લોઢાએ પણ આ શોને અલવિદા કહી દીધું છે.
શૈલેષ લોઢાએ ૧૩ વર્ષ સુધી અભિનય કર્યા બાદ શોને અલવિદા કહી દીધું છે. જાેકે, બીજી તરફ ચર્ચા એવી પણ ચાલી રહી છે કે તેઓ શોમાં પાછા પણ આવી શકે છે. આ મામલે પણ મેકર્સ કે એક્ટર તરફથી કોઈ પુષ્ટિ થઈ નથી. શૈલેષ લોઢા ઉપરાંત જેઠાલાલ અને દયાના દીકરા ટપ્પુનો રોલ કરતાં એક્ટર રાજ અનડકતે પણ શો છોડી દીધો હોવાની ચર્ચા છે. રાજ અનડકતે લાંબા સમયથી આ શો માટે શૂટિંગ કર્યું નથી.
મહત્વનું છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલ છેલ્લા ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. હાલમાં જ આ શોએ ૩૫૦૦ એપિસોડ પૂરા કર્યા છે.SS1MS