મણિરત્નમની ફિલ્મમાં ઐશ્વર્યા રાણી નંદિનીના રોલમાં
બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનો જલવો ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર છવાયો છે. મણિરત્નમની અપકમિંગ ફિલ્મ પોન્નિયિન સેલવન પાર્ટ-1થી ઐશ્વર્યા રાયનો લુક રિવીલ કરવામાં આવ્યો છે. લુક પોસ્ટરમાં ઐશ્વર્યાની સુંદરતા કોઈને પણ મોહિત કરી શકે છે.
ની રાણી નંદિનીના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન સુંદર દેખાઈ રહી છે. તેના ટ્રેડિશનલ લુકે ચાહકોને તેમના દીવાના બનાવી દીધા છે. ઓરેન્જ સિલ્ક સાડી, નેકપીસ, ઝુમખા, માંગટીકા, બિન્દીમાં ઐશ્વર્યા રાય બચ્ચન સુંદર લાગી રહી છે. આ લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના લાંબા વાળને ખુલ્લા રાખ્યા છે. આ સુંદર લુકમાં તેમની કાતિલ નજર પ્રશંસકોને ઘાયલ કરી દે છે.
ક્વીન નંદિનીના રોલમાં ઐશ્વર્યા ખરેખર રાણી દેખાઈ રહી છે. જેના લુકથી નજર હટાવવી અત્યંત મુશ્કેલ છે. આ તો બસ એક ઝલક છે, ફિલ્મ પોન્નિયિન સેલવનમાં તમને ઐશ્વર્યાના ઘણા એવા સુપર સુંદર દેખાવના દીદાર થશે, જેને જોઇને તમે તેની સુંદરતા પર મંત્રમુગ્ધ થઇ જશો.
સોશિયલ મીડિયાના યુઝર્સને પણ ઐશ્વર્યાનો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મ Ponniyin Selvanનો પહેલો પાર્ટ થિયેટરોમાં 30 સપ્ટેમ્બરે રીલીઝ થશે. જેને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાંથી વિક્રમ, કાર્થીનો લુક પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યો છે.