ઐશ્વર્યાના જોધાબાઈ કોસ્ચ્યુમ્સને ઓસ્કાર એકેડેમીનાં મ્યુઝિયમમાં સ્થાન મળ્યું
મુંબઈ, એક તરફ ઓસ્કારની રેસમાંથી ભારતની ફિલ્મો બહાર થવાની વાતથી ઓસ્કારની ચર્ચા છે, ત્યારે ઓસ્કારના એકેડેમી ઓફ ધ મોશન પિક્સર આટ્ર્સ એન્ડ સાયન્સીસ દ્વારા ઐશ્વર્યાની તસવીર અને વીડિયો શેર કરવામાં આવી છે. તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઐશ્વર્યાની ૨૦૦૮ની ફિલ્મ ‘જોધા અકબર’ના વીડિયો સાથે એક ખાસ જાહેરાત કરી છે.
એકેડેમી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જોધાબાઈના લગ્નના દૃશ્યમાં ઐશ્વર્યાએ પહેરેલાં ચણિયાચોળી એકેડેમી મ્યુઝિયમના એક્ઝિબીશનનો ભાગ હશે. “એક એવા ચણિયાચોળી જે એક રાણીને શોભે, જે મોટા પડદા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા.
૨૦૦૮માં જોધા અકબરમાં ઐશ્વર્યા રાય બચ્ચને લાલ ચણિયાચોળી પહેર્યા હતાં જે જોઈને જ આંખને ગમી જાય. ઝરદોસી એમ્બ્રોઇડરી, સદીઓ જૂની કારીગરી અને ખરેખર છૂપા રત્ન સમાન. જો નજીકથી જોશો તો તમને એક મોર જોવા મળશે, ભારતનું રાષ્ટ્રિય પક્ષી, જે સંપુર્ણ ઘરેણાથી બન્યો છે.
નીતા લીલાએએ માત્ર એક ચણિયાચોળી નહીં પણ એક પરંપરા ડિઝાઇન કરી છે. એકેડેમી મ્યુઝિયમના કલર ઇન મોશન એક્શિબિશનમાં ઇતિહાસમાં પ્રવેશ કરો.” આ પોસ્ટ સાથે એકેડમી દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો, તે આશુતોષ ગોવારીકરની ફિલ્મનો છે, જેમાં મુઘલ બાદશાહનો રોલ કરી રહેલો હ્રિતિક રોશન પણ દેખાય છે.
જેમાં મ્યુઝિયમમાં પૂતળાને પહેરાવવામાં આવેલાં ચણિયાચોળી ઐશ્વર્યાએ પહેરેલાં જોઈ શકાય છે. આ બાબતે ઐશ્વર્યાના ફૅન્સે એકેડેમીના પેજ પર આ પોસ્ટ જોઈને ખુબ પ્રેમ વરસાવ્યો છે. ઘણા લોકોએ બોલિવૂડના એસ્થેટિક્સના ખુબ વખાણ કર્યા હતા. તો કોઇએ ઐશ્વર્યની આ રીતે નોંધ લેવાઈ તે બાબતે ખુશી વ્યક્ત કરી હતી.
આ વખતે જે રીતે ઐશ્વર્યાના વીડિયો પોસ્ટ થયા છે તે રીતે પહેલાં દીપિકા પાદૂકોણના બાજીરાવ મસ્તાનીના અને શાહરુખ ખાનના દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને કભી ખુશી કભી ગમના વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા.SS1MS