નવા એક્ટર્સ માટે ટકવું અઘરું, આજના દર્શકો ભૂલ ચલાવી લેતા નથીઃ અજય દેવગન
અજયે પણ નિષ્ફળતાનો સામનો કરેલો છે
અજય દેવગનના ભત્રીજા અમન દેવગને તાજેતરમાં ‘આઝાદ’ ફિલ્મમાં રવિના ટંડનની દિકરી રાશા થડાની સાથે ડેબ્યુ કર્યું છે
મુંબઈ,
અજય દેવગનની ફિલ્મો તો નિયમિત આવતી રહે છે બોક્સ ઓફિસ પર સારી ચાલે પણ છે. ત્રણેક દાયકાથી વધુનું સ્ટારડમ હોવા છતાં અજયે પણ નિષ્ફળતાનો સામનો કરેલો છે. અજયનું માનવું છે કે, દર્શકોની વિચારધારા બદલાઈ છે. નવા એક્ટર્સ માટે દર્શકોના દિલમાં સ્થાન બનાવવું અઘરું થઈ ગયું છે. ભૂતકાળમાં દર્શકો માફ કરી દેતાં હતાં અને તેમની ભૂલો જતી કરતાં હતાં. તેથી નવા આવનારા કલાકારો માટે પડકારો વધી ગયા છે. અજય દેવગનના ભત્રીજા અમન દેવગને તાજેતરમાં ‘આઝાદ’ ફિલ્મમાં રવિના ટંડનની દિકરી રાશા થડાની સાથે ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મના ટ્રેલર લોંચ પ્રસંગે અજયે એક ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. બોલિવૂડમાં એન્ટ્રીના સમયને યાદ કરતા અજયે કહ્યું, “એ દિવસોમાં અમે કામ કરવાની સાથે જ નવી બાબતો શીખતા હતા.
ત્યારે નવું શીખવા માટે ઘણો સમય અને છૂટછાટ મળતી હતી.
દર્શકો પણ માફ કરી દેતાં હતાં અને અમારી ભૂલો જતી થઈ જતી હતી. પરંતુ આજના દર્શકો ઘણા સતેજ છે અને એ બહુ સમાધાન નથી કરતા. તેનાથી આજના સફળ કલાકાર હોય કે નવા આવતા કલાકારો, બધા પર જવાબદારીઓ વધી જાય છે. તેમણે તૈયારી સાથે આવવું પડશે અને એવું પ્રદર્શન પણ કરી બતાવવું પડશે.” અજયે આગળ કહ્યું, “મને લાગે છે કે આજની પેઢી પણ ઘણી તૈયારી સાથે આવે છે. કારણ કે દરેકને અંતે પોતાનું શ્રેષ્ઠ દર્શાવવું પડે છે.” અજયે એવું પણ કહ્યું કે તેને આઝાદમાં કામ કરવું બહુ ગમ્યું કારણ કે તેમાં ઘોડાઓ છે. તેના જમાનામાં એવી ઘણી ફિલ્મો બનતી જેમાં ઘણા ઘોડાનો ઉપયોગ થતો હતો. રોની સ્ક્‰વાલા અને પ્રજ્ઞા કપૂરે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં અજય એક ડાકુનો રોલ કરી રહ્યો છે. જેમાં માણસ અને ઘોડા વચ્ચેનો અતૂટ પ્રેમ પણ દર્શાવાયો છે. ઘણા વર્ષાે પછી ડાકુ અને જમીનદારોની વાર્તા ધરાવતી એક ફિલ્મ જોવા મળશે, જે ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.ss1