અજય દેવગન કેમિયો રોલ માટે એક મિનિટના ૪.૫ કરોડ વસૂલે છે
મુંબઈ, શાહરુખ, સલમાન, પ્રભાસ કે અમિતાભ નહીં પરંતુ અજય દેવગન એવો કલાકાર છે જે કેમિઓ માટે પણ મિનિટ દીઠ કરોડો વસૂલે છે. એસએસ રાજામૌલી દ્વારા ડિરેક્ટ થયેલી રામ ચરણ અને જુનિયર એનટીઆર જેમાં લીડ રોલમાં હતા તેવી આરઆરઆર ફિલ્મ એક ગ્લોબલ બ્લોકબસ્ટર હતી.
૫૫૦ કરોડમાં બનેલી આ ફિલ્મે દુનિયાભરમાંથી ૧૨૩૦ કરોડની કમાણી કરી હતી. ૨૦૨૨ની આ ફિલ્મના ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ ‘નાટુનાટુ’ માટે ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં અજય દેવગન અને આલિયા ભટ્ટે બે મહત્વના રોલ કર્યા હતા.
અજય દેવગન આ ફિલ્મમાં માત્ર ૮ મિનિટ માટે જ પડદાં પર દેખાયો હતો અને તેના માટે તેણે ૩૫ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. તેનો અર્થ એવો થયો કે તેણે એક મિનિટ દીઠ ૪.૫ કરોડ રૂપિયા વસૂલ કર્યા હતા. તેણે રામ ચરણે ભજવેલું પાત્ર સ્વતંત્રસેનાની અલ્લુરી સિતારામ રાજુના પિતા અલ્લુરી વેંકટરામા રાજુનું પાત્ર ભજવ્યું હતું. નાની ઝલકમાં પણ તેણે દર્શકો અને વિવેચકો બંનેને પ્રભાવિત કર્યા હતા.
આ સાથે એક ફિલ્મ જેટલી ફી પણ લીધી હતી. આ વર્ષે અજય દેવગનની બે ફિલ્મો આવી છે, ‘શૈતાન’ જેણે બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડથી વધુ આવક કરી, તેમજ ‘મેદાન’ જેમાં અજયે ભારતના પર્વ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમનું પાત્ર ભજવ્યું તે ફ્લોપ રહી હતી.SS1MS