અજય દેવગનની ફિલ્મ “સિંઘમ અગેન” એ કરી છપ્પરફાડ કમાણી
મુંબઈ, ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટી અને બોલિવૂડ સ્ટાર અજય દેવગનની ફિલ્મ ‘‘સિંઘમ અગેન’’ મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ તાબડતોબ કમાણી કરી રહી છે. આ દિવસોમાં ‘‘સિંઘમ અગેન’‘એ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે.
ઓપનિંગ વિકેન્ડ પછી ફિલ્મનો બોક્સ ઓફિસ પર જલવો જોવા મળી રહ્યો છે. તો જાણો દેશભરમાં ‘‘સિંઘમ અગેન’‘ની કેટલા કરોડનો બિઝનેસ કર્યો.
એક્શન-થ્રિલર ફિલ્મ ‘‘સિંઘમ અગેન’‘એ પહેલાં દિવસે બોક્સ ઓફિસ છપ્પરફાડ કમાણી કરી હતી. પહેલાં દિવસે ફિલ્મએ ૪૩.૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે એટલે કે ૪૨.૫ કરોડ, ત્રીજા દિવસે ૩૩.૭૫ કરોડ, ચોથા દિવસે ૧૮ કરોડની કમાણી કરી. મંગળવાર એટલે કે પાંચમાં દિવસે ‘‘સિંઘમ અગેન’‘એ ૧૩.૫૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ રીતે અજય દેવગનની મુવીએ અત્યાર સુધીમાં દેશભરમાં ૧૫૩.૨૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ અજય દેવગનની ફિલ્મ ‘‘સિંઘમ અગેન’’ છવાઇ ગઇ છે. માત્ર ચાર દિવસમાં ફિલ્મએ ૨૦૦ કરોડનાં ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. જીટ્ઠષ્ઠહૈઙ્માના રિપોર્ટ અનુસાર આ મુવીએ દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૨૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ખાસ વાત તો એ છે કે ‘‘સિંઘમ અગેન’’ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ ડબલ ડિઝિટમાં કલેક્શન કરી રહી છે.
આમ, ‘‘સિંઘમ અગેન’’ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ‘‘સિંઘમ અગેન’’ સુપર હિટ ફ્રેન્ચાઇઝીની ત્રીજો ભાગ છે. આ પહેલા રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની ‘‘સિંઘમ’’ ફ્રેન્ચાઇઝીની આ બંને ફિલ્મોને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો.
‘‘સિંઘમ’’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી જેમાં અજય દેવગનની સાથે કાજલ અગ્રવાલ અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત કમાણી કરી હતી. ‘‘સિંઘમ’‘ની જબરજસ્ત સફળતા પછી વર્ષ ૨૦૧૪માં આ ફિલ્મની સિક્વલ ‘‘સિંઘમ રિટર્ન્સ’’ આવી. બંને પ્રોજેક્ટ્સ બોક્સ ઓફિસ પર હિટના રૂપમાં જોવા મળ્યા.SS1MS