ભત્રીજા અમન માટે અજય દેવગન હોરર ફિલ્મ બનાવશે
મુંબઈ, અજય દેવગને પોતાના ભત્રીજા અમનને લીડ રોલમાં નક્કી કરી હોરર ફિલ્મનું આયોજન કર્યું છે. ‘ઝલક’ નામની આ ફિલ્મ સત્ય ઘટનાઓ આધારિત હશે.
દેગવન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોઝ ભેગા થઈને આ ફિલ્મનું પ્રોડક્શન કરશે. ડર અને રમૂજને સાથે દર્શાવતી આ ફિલ્મ માટે રાઈટર-ડાયરેક્ટર નક્કી થઈ ગયાં છે, પરંતુ અમન સાથે લીડ એક્ટ્રેસ હજુ જાહેર થઈ નથી. દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોઝે અગાઉ ‘શૈતાન’ સાથે બનાવી હતી.
ગુજરાતી ફિલ્મ ‘વશ’ની આ રીમેકને વર્લ્ડવાઈડ સારો રિસ્પોન્સ મળ્યો હતો. અજય દેવગને જણાવ્યું હતું કે, ‘શૈતાન’ પછી કોમેડી અને હોરરના ઉત્તમ અનુભવને સાથે લાવવા માગતા હતા. ‘ઝલક’માં હોરર અને કોમેડીનું પરફેક્ટ બ્લેન્ડ છે અને ઓડિયન્સ માટે આ ફિલ્મ એક યાદગાર અનુભવ બની રહેશે.
પેનોરમા સ્ટુડિયોઝના કુમાર મંગત પાઠકે કહ્યું હતું કે, ‘ઝલક’માં ળેશ સ્ટોરી સાથે ઓડિયન્સને અવિસ્મરણિય અનુભવ મળશે. ‘ઝલક’ની સ્ટોરી સત્ય ઘટના આધારિત છે. ‘શૈતાન’ બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટ સાથે અજય દેગવનની નિકટતા વધી રહી હોય તેમ ‘ઝમકુડી’ના ડાયરેક્ટર ઉમંગ વ્યાસને ડાયરેક્શનની જવાબદારી સોંપાઈ છે. ફિલ્મની સ્ટોરી તુષાર અજગાંવકરે લખી છે.
તેઓ અગાઉ ‘મુંજ્યા’ની સ્ટોરી લખી ચૂક્યા છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરવાનું અજયનું આયોજન છે. અમન સાથે લીડ રોલમાં નવી પેઢીની કોઈ જાણીતી એક્ટ્રેસને લીડ રોલ અપાશે કે પછી અજય દેવગન નવા ચહેરાને શોધશે તે કહેવું અઘરું છે.SS1MS