Western Times News

Gujarati News

અજય દેવગણનું નવું સાહસ AI કંપનીનું સંચાલન કરશે

મુંબઈ, અજય દેવગણે એઆઈ-સંચાલિત મીડિયા કંપની ‘પ્રિઝમિક્સ’ની જાહેરાત કરી, જે જનરેટિવ એઆઈ સ્ટોરી ટેલિંગ પર આધારિત હશે. તેમનો ધ્યેય મીડિયા ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો અને ઉચ્ચ-ગુણવત્તાવાળી એઆઈ સામગ્રીને વધુ સુલભ અને વિસ્તૃત બનાવવાનો છે.

તેમાં તેમની સાથે તેમના ભત્રીજા દાનિશ દેવગન અને અન્ય લોકો પણ છે.બોલીવુડ અભિનેતા અજય દેવગણે શુક્રવારે ‘પ્રિઝમિક્સ’ નામની એક એઆઈ -સંચાલિત મીડિયા કંપનીની જાહેરાત કરી, જે જનરેટિવ એઆઈ સ્ટોરીટેલિંગમાં નિષ્ણાત હશે. દેવગણે કહ્યું કે એઆઈ વાર્તા કહેવાની કળામાં વધુ સુધારો કરી શકે છે.

અભિનેતા અજય દેવગણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે હવે માત્ર એક સાધન નથી રહ્યું પરંતુ એક સર્જનાત્મક સાથી બની ગયું છે જે ફિલ્મ નિર્માતાઓ અને બ્રાન્ડ્‌સને તેમની કલ્પનાઓને નવી અને અદ્ભુત રીતે સાકાર કરવામાં મદદ કરશે..તેમણે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય મીડિયા ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનો અને ઉચ્ચ ગુણવત્તાવાળી એઆઈ સામગ્રીને વધુ સુલભ અને વિસ્તૃત બનાવવાનો છે.’

દેવગન પ્રેસમિક્સના ચેરમેન તરીકે સેવા આપશે. તેમના ભત્રીજા દાનિશ દેવગન, જે સહ-સ્થાપક અને મુખ્ય વ્યવસાય અધિકારી હશે. ફિલ્મ ‘ટાર્ઝન’માં અભિનય માટે જાણીતા અભિનેતા વત્સલ સેઠ કંપનીના સહ-સ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી હશે જ્યારે સાહિલ નાયર સહ-સ્થાપક અને મુખ્ય સર્જનાત્મક અધિકારી તરીકે સેવા આપશે.

આ નવા સાહસનો ઉદ્દેશ્ય ટૂંકી ફિલ્મો અને શ્રેણીઓથી લઈને એનિમેટેડ ગ્રાફિક નવલકથાઓ, સંગીત વિડિઓઝ, કોર્પાેરેટ સામગ્રી અને સોશિયલ મીડિયા ઝુંબેશ સુધીની સામગ્રી બનાવવા માટે જનરેટિવ છૈં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. તેના ધ્યેયોમાં સોશિયલ મીડિયા પ્રોજેક્ટ્‌સનો પણ સમાવેશ થાય છે જે અત્યંત ખર્ચાળ અને તકનીકી રીતે પડકારજનક હોઈ શકે છે.

અજય દેવગનની ઘણી ફિલ્મો આ સમયે પાઇપલાઇનમાં છે, જેની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેમની આગામી ફિલ્મોની યાદીમાં ‘રેડ ૨’, ‘સન ઓફ સરદાર ૨’, ‘દે દે પ્યાર દે ૨’, ‘દ્રશ્યમ ૩’, ‘ધમાલ ૫’ અને ‘શૈતાન ૨’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ અજય તેના ભત્રીજા સાથે ફિલ્મ ‘આઝાદ’માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.