અજયની પુત્રી એમ્સ્ટર્ડમમાં વરુણ, નતાશા અને જ્હાન્વીને મળી

હાલમાં જ તેઓ બધાએ તેમના મિત્રો સાથે હેન્ગઆઉટ કર્યું હતું, જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે
મુંબઈ, અજય દેવગણ અને કાજાેલની દીકરી ન્યાસા દેવગણ પોપ્યુલર સ્ટારકિડ્સમાંથી એક છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર હોવા છતાં તેના ખાસ્સા ફેન ફોલોઅર્સ છે, જ્યારે પણ તે બહાર નીકળે છે ત્યારે તેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. તે બોલિવુડના કેટલાક સેલેબ્સ સાથે ખાસ સંબંધ ધરાવે છે
અને ઘણીવાર તેમની સાથે હેન્ગઆઉટ કરતી પણ દેખાય છે. ન્યાસા દેવગણ હાલ એમ્સ્ટર્ડમમાં છે, થોડા દિવસ પહેલા તે ત્યાં જ્હાન્વી કપૂર અને અન્ય કેટલાક મિત્રોને મળી હતી. સૌએ સાથે બેસીને લંચ પણ લીધું હતું. હવે તેની વરુણ ધવન અને પત્ની નતાશા દલાલ સાથેની એમ્સ્ટર્ડમમાંથી તસવીર વાયરલ થઈ છે.
View this post on Instagram
જ્હાન્વી અને વરુણ એમ્સ્ટર્ડમમાં તેમની અપકમિંગ ફિલ્મ ‘બવાલ’નું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાંનું શિડ્યૂલ પત્યા બાદ તેઓ પોલેન્ટ રવાના થયા છે. તસવીરમાં ન્યાસાને વરુણ સાથે બેસીને પોઝ આપતી જાેઈ શકાય છે, જ્યારે નતાશા અને જ્હાન્વી તેમના મિત્રોની બાજુમાં બેઠા છે.
અન્ય તસવીરોમાં, જ્હાન્વી અને ન્યાસાને રેડ કલરના આઉટફિટમાં ટિ્વનિંગ કરતાં જાેઈ શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને ઓરહાન અવતરામાણીએ લખ્યું છે ‘જ્યારે તને ખૂબ થાક્યા હોવાનું અનુભવતા હો પરંતું તમે ઉંઘી ન શકો’. પોસ્ટ પર કોમેન્ટ કરીને ન્યાસા અને જ્હાન્વીની તસવીરો શેર કરવા બદલ ફેન્સ ઓરહાનનો આભાર માની રહ્યા છે.
એક ફેને લખ્યું છે ‘ન્યાસા અને જ્હાન્વીનું કન્ટેન્ટ આપવા બદલ આભાર ઓરી’, એક ફેને લખ્યું છે ‘તમે લોકો જે રીતે હળીમળી ગયા છો, તે જાેવાનું ગમ્યું. એમ્સ્ટર્ડમમાંથી જ્હાન્વી કપૂરે વરુણ ધવન સાથેની એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે.
જેમાં તે વ્હાઈટ ક્રોશેટ ટોપ અને પેન્ટમાં છે, જ્યારે વરુણે પણ તેની સાથે વ્હાઈટ આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું છે. આ સાથે લખ્યું છે ‘એમ્સ્ટર્ડમમાં ટાઈમ, એમ્સ્ટર્ડમનું શિડ્યૂલ ખતમ થયું. પોલેન્ડ શું તું અમારા માટે તૈયાર છે? ન્યાસા દેવગણ વિદેશમાં અભ્યાસ માટે ગઈ છે, આ દરમિયાન તે ફ્રેન્ડ્સ સાથે હેન્ગઆઉટ કરતી રહે છે.
તેના ફેનપેજ પર તેની તસવીરો જાેવા મળે છે. વરુણ ધવનના વર્ક ફ્રંટની વાત કરીએ તો, તેની પાસે ‘બવાલ’ સિવાય ક્રીતિ સેનન સાથેની ફિલ્મ ‘ભેડિયા’ છે. તો જ્હાન્વી કપૂર પાસે ‘ગુડ લક જેરી’ છે, જેમાં તેની સાથે દીપક ડોબરિયાલ અને સાહિલ મહેતા છે.