મહારાષ્ટ્રમાં અજીત પવારે ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્ર:મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. સૌથી પહેલા અજીત પવારે ડે.સીએમ પદના (Ajit Pawar NCP took oath as Dy. cm of Maharashtra) શપથ લીધા છે. અજીત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદન શપથ લીધા હતા. હવે તે NCPના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે.
NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ભાજપ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. અજીત પવારના ભાજપ સાથે જોડાવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. અશોક ચૌહાણ રાજ્યના પૂર્વ સીએમ શંકર રાવ ચૌહાણના દીકરા છે તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચુક્યું છે, તેઓ પોતે પણ રાજ્યના સીએમ રહી ચુક્યા છે.
શપથ ગ્રહણના વિધાનભવનમાં બનેલા મંડપમાં પાંચ હજાર લોકોના બેસવાની વ્યવસ્થા છે. મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીઓના સામેલ થયા બાદ વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. જોકે, હાલ ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ વિભાગ નથી. ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે. નાણા અને ગ્રામીણ વિકાસ રાકાંપાને આપવામાં આવ્યા છે. કોંગ્રેસને મહેસૂલ, PWD અને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.