Western Times News

Gujarati News

હું મંત્રી ના બનું તે માટે અજિત પવારે ફાચર મારીઃ ભુજબળ

મુંબઈ, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના મંત્રીમંડળના વિસ્તરણ પછી મહાયુતિના ત્રણેય સહયોગી પક્ષોમાં આંશિક પણે નારાજગી જોવા મળી રહી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(અજિત જૂથ)ના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી છગન ભુજબળ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, ‘હું કોઈના હાથનું રમકડું નથી.’આ સાથે છગન ભૂજબળે મંગળવારે એનસીપીના પ્રમુખ અજિત પવાર પર આક્ષેપ કર્યાે છે કે, ‘‘મને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મંત્રીમંડળમાં સામેલ કરવા ઈચ્છતા હતા, પરંતુ અજિત પવારે મારી અવગણના કરી છે, એટલા માટે મને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યો નથી.’’

આ બાબતને લઈને એનસીપી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.એક તરફ ભૂજબળે મંત્રીમંડળમાં સ્થાન નહીં મળવાને લઈને અજિત પવાર પર નિશાન તાક્યું છે. જ્યારે બીજી તરફ શિવસેના-યુબીટીના ચીફ અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ નિશાન તાક્યું છે.

ઉદ્ધવ ઠાકરેએ નાગપુરમાં કહ્યું કે, ‘‘એવા સમયે જ્યારે ચર્ચા હતી કે તેમને(ભૂજબળ)ને મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ ભૂજબળને હટાવી દીધા, આ કારણોસર છગન ભૂજબળ ચોક્કસપણે પરેશાન છે.’’છગન ભૂજબળ મંત્રીમંડળમાં સ્થાન નહીં મળવાને લઈને નારાજ થઈને નાસિક જતા રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.