મિકા સિંહ સાથે લગ્ન અંગે પૂછાતાં અકળાઈ હતી આકાંક્ષા સિંહ

શા માટે લોકો મને પરણતી જાેવા માગે છે: આકાંક્ષા
મને નથી સમજાતું કે લોકો મને ડેટિંગ ફેઝમાં કેમ નથી જાેવા માગતા, તેઓ બસ મને પરણતી જાેવા માગે છે:આકાંક્ષા
મુંબઈ,
એક્ટ્રેસ આકાંક્ષા પુરી હાલમાં જ સ્વયંવરઃ મિકા દી વ્હોટીમાં જાેવા મળી હતી. સિંગર મિકા સિંહે તેને પોતાની જીવનસંગિની તરીકે પસંદ કરી હતી. હાલ આકાંક્ષા અને મિકા સિંહ ડેટિંગના તબક્કાને માણી રહ્યા છે અને લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. તાજેતરમાં જ મીડિયા સાથે વાત કરતાં આકાંક્ષાને મિકા સાથેના લગ્નના પ્લાન અંગે પૂછવામાં આવ્યું હતું.
ત્યારે એક્ટ્રેસ થોડી અકળાઈ ગઈ હતી અને કહ્યું હતું કે, શા માટે લોકો તેને પરણતી જાેવા માગે છે?”મને નથી સમજાતું કે લોકો મને ડેટિંગ ફેઝમાં કેમ નથી જાેવા માગતા. તેઓ બસ મને પરણતી જાેવા માગે છે. શા માટે હું કોઈને ડેટ ના કરી શકું કે તેની સાથે રોમેન્સ કરીને આ તબક્કાને માણી ના શકું?
હું મિકાજી સાથે હાલનો આ ડેટિંગ પીરિયડ માણવા માગુ છું. હું લાંબા સમયથી સિંગલ હતી એટલે મેં ઘણું ગુમાવ્યું છે અને એટલે જ અત્યારે આ ડેટિંગ ફેઝને માણવા માગુ છું. જીવનમાં થોડો રોમેન્સ હોય તો મજા આવે”, તેમ આકાંક્ષાએ જણાવ્યું.
આકાંક્ષા મિકા સાથે ખૂબ ખુશ છે અને તેઓ એકબીજા સાથે ખૂબ કમ્ફર્ટેબલ પણ છે. તેણે કહ્યું, “૧૩ વર્ષથી તમારી કોઈની સાથે મિત્રતા હોય અને તમે તે ફ્રેન્ડશીપને ડેટિંગના તબક્કામાં લઈ જાવ તો સમય લાગે છે.
અમે હાલ જીવનના પરિપક્વ તબક્કામાં છીએ. અમે કિન્ડરગાર્ટન સ્ટોરીના ફેઝમાં નથી જ્યાં અમે કોફી ડેટ પર જઈએ અને એકબીજાને ટેડીબેર ભેટમાં આપીએ. મને આનંદ છે કે હું મિકાજી સાથે છું અને અમે એકબીજા સાથે કમ્ફર્ટેબલ છીએ.”
આકાંક્ષા પુરીએ આ વર્ષે ધામધૂમથી પોતાનો બર્થ ડે ઉજવવાનો ર્નિણય કર્યો છે. તેણે કહ્યું, “આ વર્ષે હું શાનદાર બર્થ ડે પાર્ટીનું આયોજન કરવાની છું.
સામાન્ય રીતે હું મારો બર્થ ડે નથી ઉજવતી પરંતુ આ વર્ષે મારી પાસે ઉજવણીના કેટલાય કારણો છે.”મિકા સિંહ સાથે ‘બિગ બોસ ૧૬’માં ભાગ લેશે કે કેમ તે અંગે સવાલ પૂછાતાં આકાંક્ષાએ કહ્યું, “મેં એક રિયાલિટી શો જીત્યો છે અને એ ફેઝને માણવા માગુ છું. મને નથી ખબર કે મિકાજીને બિગ બોસની ઓફર આવી છે કે નહીં. મેં એક શો જીત્યો છે અને તેની સાથે બીજી કેટલીય વસ્તુઓ મળી છે એટલે હું આ ક્ષણને માણવા માગુ છું.”ss1