આકાશ મિસાઈલે હવામાં ચાર ટાર્ગેટ ધ્વસ્ત કર્યા

નવી દિલ્હી, સંરક્ષણક્ષેત્રે ભારતને મોટી સિદ્ધિ મળી છે. ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે, જેણે એર ડિફેન્સ સિસ્ટમના સિંગલ ફાયર યુનિટ દ્વારા ૨૫ કિલોમીટરની રેન્જમાં કમાન્ડ ગાઈડન્સની મદદથી એક સાથે ૪ ટાર્ગેટને નષ્ટ કરવાની ક્ષમતા હાંસલ કરી છે.
આ પરીક્ષણ માટે ભારતીય હવાઈ સેવાની આકાશ મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વાયુસેનાએ ૧૨ ડિસેમ્બરે અસ્ત્રશક્તિ સૈન્ય અભ્યાસ દરમિયાન આ પરીક્ષણ કર્યું હતું.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા આકાશ શસ્ત્ર પ્રણાલી વિકસાવવામાં આવી છે. ડીઆરડીઓનું કહેવું છે કે ભારત વિશ્વનો પહેલો દેશ છે, જેની પાસે આકાશ મિસાઈલ જેવી શક્તિ અને ટેક્નોલોજી છે.
આકાશ મિસાઈલ સિસ્ટમની ખાસિયત :
– આકાશ એ ભારત ડાયનેમિક્સ લિમિટેડ (બીડીએલ) ની ટૂંકા અંતરની સરફેસ ટુ એર (એસએએમ) એર ડિફેન્સ સિસ્ટમ છે
– આ સિસ્ટમ ઈઝરાયેલના આયર્ન ડોમની જેમ દુશ્મનના હવાઈ હુમલાથી મોટા વિસ્તારને સુરક્ષિત કરી શકે છે
– આકાશ વેપન સિસ્ટમ (એડબલ્યુએસ) ગ્રુપ મોડ અથવા ઓટોનોમસ મોડમાં એકસાથે બહુવિધ લક્ષ્યોને જાેડી શકે છે
– આકાશ મિસાઈલ સિસ્ટમ ૪-૨૫ કિમીની રેન્જમાં ઉડતા હેલિકોપ્ટર, ફાઈટર જેટ અને યુએવીને ટાર્ગેટ કરી શકે છે
– તેની આખી સિસ્ટમ ઓટોમેટિક છે. તે અસરકારક રીતે સક્રિય અને નિષ્ક્રિય જામિંગને અટકાવી શકે છે
– તેને રેલ્વે અથવા રોડ દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે અને ઝડપથી તૈનાત પણ કરી શકાય છે SS2SS