દુબઈના પેઈન્ટર અકબરે મોદીનું અદભુત ચિત્ર બનાવ્યું
રાજકોટ, દુબઈના પેઈન્ટર અકબર દ્વારા ચિત્ર બનાવી રાજકોટમાં પેઈન્ટિંગ પ્રદર્શન આજથી રેસકોર્સના શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ખુલ્લું મૂકાયું છે જે ૨૨ ઓક્ટોબર સુધી યોજાશે.
નરેન્દ્ર મોદીની શરૂઆત વડનગરથી થઈ અને હીરાબાના જીવન અને આજે વિશ્વમાં ભારતની છબિ અહીં જાેવા મળી રહી છે. રાજકોટની જનતા પ્રદર્શન નિહાળી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.
દર્શના ઝાએ જણાવ્યું હતું કે, આ દુબઈના ચિત્રકાર અકબરભાઈ છે તેમણે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોગ્રાફી ઉપર અને મન કી બાત, વિવિધ યોજના અને કાર્યક્રમો પર ૫૫ પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીના વ્યક્તિગત ઇન્સ્ટ્રક્શનથી આ પેઈન્ટિંગ વિશ્વભરમાં પ્રદર્શિત કરવાના છે.
પરંતુ આ પેઈન્ટિંગ વિશ્વભરમાં પ્રદર્શિત થાય એ પહેલા નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે, મારા હોમટાઉન ગુજરાતથી આની શરૂઆત કરવામાં આવે. બાદમાં દિલ્હી, બોમ્બે, અમેરિકા સહિત વિશ્વભરમાં આ પેઈન્ટિંગ ભ્રમણ કરે. દર્શના ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આજે આ પેઈન્ટિંગ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ૨૨ ઓક્ટોબર સુધી રાજકોટમાં આ પ્રદર્શન યોજાનાર છે.
પછી ૨૭ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી દિલ્હીમાં પ્રદર્શન રાખવામાં આવશે. દર્શના ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીએ રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રહિતને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. મોદી સાહેબનું જે ઘડતર થયું છે બાળપણથી.
જેમાં હીરાબાના ખોળામાં નરેન્દ્ર મોદીથી લઈને જિંદગીમાં જે સંઘર્ષ કર્યા છે તે પળો, ગુજરાત મોડ, યોજનાઓ, સ્ત્રી સશક્તિકરણ પર કામ કર્યું છે, હેલ્થ પર કામ, હર ઘર નલ, આયુષ્યમાન કાર્ડ સહિતની યોજનાઓને પેઈન્ટિંગમાં આવરી લેવામાં આવી છે.
રાજકોટમાં પેઈન્ટિંગ પ્રદર્શન આજથી રેસકોર્સના શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં ખુલ્લું મૂકાયું છે જે ૨૨ ઓક્ટોબર સુધી યોજાશે. નરેન્દ્ર મોદીના વ્યક્તિગત ઇન્સ્ટ્રક્શનથી આ પેઈન્ટિંગ વિશ્વભરમાં પ્રદર્શિત કરવાના છે.
પરંતુ આ પેઈન્ટિંગ વિશ્વભરમાં પ્રદર્શિત થાય એ પહેલા નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે, મારા હોમટાઉન ગુજરાતથી આની શરૂઆત કરવામાં આવે. બાદમાં દિલ્હી, બોમ્બે, અમેરિકા સહિત વિશ્વભરમાં આ પેઈન્ટિંગ ભ્રમણ કરે.SS1MS