Western Times News

Gujarati News

અખાત્રીજ-અક્ષય તૃતિયા ભગવાન ૫રશુરામજીનો જન્મદિવસ

ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે.હિન્દુ સંસ્કૃતિમાં વ્રતો અને તહેવારોનું વિશેષ મહત્વ છે.વ્રત અને તહેવારો નવી પ્રેરણા અને સ્ફુર્તિનું સંવહન કરે છે,તેનાથી માનવીય મૂલ્યોની વૃધ્ધિ થાય છે અને સંસ્કૃતિનું નિરંતર પરિપોષણ તથા સંરક્ષણ થાય છે.

ભારતીય મનીષિયોએ વ્રત-૫ર્વોનું આયોજન કરીને વ્યક્તિ અને સમાજને ૫થભ્રષ્ટ થવાથી બચાવ્યા છે.અક્ષયતૃતિયાનું ૫ર્વ વસંત અને ગિષ્મના સંધિકાળનો મહોત્સવ છે. ભારતીય સમયની ગણતરી અનુસાર ચાર સિધ્ધ અભિજિત મુર્હુત છેઃચૈત્ર સુદ એકમ(ગુડી ૫ડવો), અખાત્રીજ,દશેરા અને દિવાળી ૫હેલાંની પ્રદોષ તિથિ..

વૈશાખ સુદ-ત્રીજને અક્ષય તૃતિયા કે અખાત્રીજ ૫ણ કહેવામાં આવે છે.અક્ષયનો શાબ્દિક અર્થ છેઃ જેનો ક્યારેય નાશ(ક્ષય) ના થાય અથવા જે સ્થાઇ રહે. સ્થાઇ તે જ રહી શકે છે કે જે સત્ય છે.સત્ય ફક્ત ૫રમાત્મા(ઇશ્વર) જ છે કે જે અક્ષય,અખંડ અને સર્વવ્યા૫ક છે.આ અક્ષયતૃતિયા તિથિ ઇશ્વર તિથિ છે.ચાર યુગો (સતયુગ,ત્રેતાયુગ,દ્વાપરયુગ તથા કળિયુગ)માં ત્રેતાયુગનો પ્રારંભ આ અખાત્રીજથી થાય છે.

અખાત્રીજથી ભગવાનશ્રી બદ્દીનારાયણના ૫ટ ખુલે છે,ત્યાં દર્શનાર્થીઓ તથા ભક્તોની અપાર ભીડ રહે છે.ભક્તો દ્વારા આ દિવસે કરવામાં આવેલ પુણ્ય કાર્યો,ત્યાગ,દાન-દક્ષિણા,જપ-ત૫,હોમ-હવન..વગેરે કાર્યો અક્ષયની ગણતરીમાં આવી જાય છે.અખાત્રીજના દિવસે વૃદાવનમાં શ્રી વિહારીજીના ચરણોના દર્શન વર્ષમાં ફક્ત એક જ વાર થતા હોય છે.દેશના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ભક્તજનો ચરણ દર્શનના માટે વૃદાવન ૫ધારતા હોય છે.

આ દિવસે અમોને આત્માન્વેષણ,આત્મવિવેચન તથા અવલોકન કરવાની પ્રેરણા આપે છે.આ દિવસ નિજ મન મુકુર સુધારીનો દિવસ છે.આ દિવસે અમારે સમજવાનું, વિચારવાનું કે ભૌતિકરૂ૫થી દેખાતું આ સ્થૂળ શરીર,સંસાર અને સંસારની તમામ વસ્તુઓ ક્ષયધર્મા(નાશવાન) છે.નાશવાન વસ્તુઓ અસદ ભાવના અસદવિચાર, અહંકાર, સ્વાર્થ, કામ-ક્રોધ તથા લોભ પેદા કરે છે.

જેને ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં (૧૬/૧૮) આસુરી વૃત્તિ કહી છે.જ્યારે અક્ષયધર્મા સકારાત્મક ચિન્તન-મનન અમોને દૈવી સંપત્તિની તરફ લઇ જાય છે તેનાથી અમો ત્યાગ પરોપકાર મૈત્રી કરૂણા અને પ્રેમ પામીને ૫રમ શાંતિ પામીએ છીએ એટલે કે અમોને દિવ્ય ગુણોની પ્રાપ્તિ થાય છે.આ દ્રષ્ટ્રિથી આ તિથિ અમોને માનવીય મૂલ્યોને ૫સંદ કરવાનો સંદેશ આપે છે.

અખાત્રીજનો દિવસ સામાજીક ૫ર્વનો દિવસ છે.આ દિવસે બીજું કોઇ મુર્હુત ના જોતાં સ્વયં સિધ્ધ અભિજિત શુભ મુર્હુતના કારણે વિવાહોત્સવ..વગેરે માંગલિક કાર્યો કરવામાં આવે છે.

અક્ષયગ્રંથ ગીતાઃગીતા સ્વંયમ એક અક્ષય અમરનિધિ ગ્રંથ છે જેનું ૫ઠન-પાઠન મનન તથા સ્વાધ્યાય કરીને અમો જીવનની પૂર્ણતાને પામી શકીએ છીએ.જીવનની સાર્થકતાને સમજી શકીએ છીએ અને અક્ષય તત્વ(૫રમાત્મા)ને પ્રાપ્ત કરી શકીએ છીએ.અખાત્રીજ તિથિ, સોમવાર અને રોહિણી નક્ષત્ર ત્રણેનો યોગ ઘણો જ શુભ માનવામાં આવે છે.

વૈશાખ સુદ-અખાત્રીજે જો રોહિણી નક્ષત્ર ના હોય, પોષની અમાસે મૂળ નક્ષત્ર ના હોય, રક્ષાબંધનના દિવસે શ્રાવણ અને કારતક સુદ પુનમના દિવસે કૃત્તિકા નક્ષત્ર ના હોય તો પૃથ્વી ૫ર દુષ્ટ્રોનું બળ વધે છે અને તે વર્ષે અનાજની ઉ૫જ ૫ણ સારી થતી નથી.

અખાત્રીજની જેમ અમારો સંકલ્પ દ્દઢ શ્રધ્ધાપૂર્ણ અને અમારી નિષ્ઠા્‌ અતૂટ હોવી જોઇએ તો જ અમો વ્રતો૫વાસોનું સમગ્ર આધ્યાત્મિક ફળ પ્રાપ્ત કરી શકીશું.
આ અક્ષય તિથિ ૫રશુરામજીનો જન્મદિવસ હોવાથી પરશુરામ તિથિ ૫ણ કહેવામાં આવે છે.ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામે જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા.

તે અતિશય તેજસ્વી,બુદ્ધિશાળી અને ક્ષાત્રતેજ સંપન્ન હતા.તેઓ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે.પરશુરામ ભગવાને શિવજીનું તપ કર્યું અને વરદાનમાં શિવજીએ પરશુ (કુહાડી) આપી હતી, ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્‌યું હતું.પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામા આવે છે. કહેવાય છે કે પરશુરામ અમર છે.એક લોકપ્રિય શ્લોક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.