વેઇટ લિફ્ટિંગ, એથલેટીક્સ, બેડમિન્ટન સહિત વોર્ડ કક્ષાની વોલીબોલની સ્પર્ધાઓ યોજાઈ
68મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ- અમદાવાદ શહેર/ગ્રામ્ય જિલ્લા કક્ષા વેઇટ લિફ્ટિંગ, એથલેટીક્સ, બેડમિન્ટન સહિત વોર્ડ કક્ષાની વોલીબોલની સ્પર્ધાઓ યોજાઈ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજન
શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
હાલમાં અમદાવાદ શહેર/જિલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
રમતગમત સંકુલ, ખોખરા ખાતે જિલ્લા કક્ષા બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ રહી છે. છ દિવસ સુધી ચાલનારી શહેર અને જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાઓમાં અંડર 14,17,19 વયજૂથની ત્રણ કેટેગરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ શહેર અને ગ્રામ્યની શાળાઓના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.
શહેરના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બે દિવસીય જિલ્લા કક્ષા અમદાવાદ ગ્રામ્યની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અંડર 14,17,19 વયજૂથના ત્રણ ગ્રુપમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો.
મક્તમપુરાની એફ.ડી. હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે શાળાકીય જિલ્લા અને શહેર કક્ષાની વેઇટ લિફ્ટિંગની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં અંડર 14,17,19 વયજૂથના શહેર/જિલ્લાના 50 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત, અમૃત હાઈસ્કૂલ, કેન્ટોનમેન્ટ ખાતે શાહીબાગ વોર્ડની વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં આશરે ૨૧ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.