અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ હોદેદારોની વરણી

(પ્રતિનિધિ)વિરપુર, અખિલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા મહિસાગર જીલ્લામાં હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં મહિસાગર જીલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો પૈકી પ્રમુખ તરીકે આર ડી પટેલ
( શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ , લુણાવાડા) અને મહામંત્રી તરીકે દિલીપભાઈ શુક્લ ( વીરપુર કેળવણી મંડળ વીરપુર) હોદેદારોની વરણી કરવામાં આવતા શિક્ષણ જગતના આગેવાનો અને શાળાના શિક્ષકોએ પ્રમુખ અને મહામંત્રીના હોદેદારોને અભીનંદન પાઠવ્યા હતા.