અખિલેશને પક્ષ અને પરિવારના પડકારો સામે એકલા હાથે લડવું પડશે
લખનૌ, મુલાયમસિંહ યાદવના નિધન પછી ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા)ના ભાવિ અંગે ચર્ચાઓ વેગ પકડી રહી છે. ખાસ કરીને અખિલેશ યાદવ સામે ગંભીર પ્રશ્નો આવીને ઊભા છે. મુલાયમ સિંહની અંતિમવિધિમાં શિવપાલ અને અખિલેશે એકબીજાથી નિકટ રહીને કામ કર્યું હતું. આમ તો તેઓ રાજકીય હરીફો જ છે પણ શિવરાજ કરતાં અખિલેશ લોકોમાં વધુ ફેવરિટ છે.
અલગ અલગ વિસ્તારોના યાદવોમાં મતભેદ છે અને મુલાયમના મૃત્યુ પછી તેમાં ભાગલા પડી શકે છે. અખિલેશ પાસે વિપક્ષની જગ્યા છે, પરંતુ તેમનામાં મુલાયમની કુશળતાનો અભાવ છે. કેટલાકનો એવો પણ મત છે કે અખિલેશે સિનિયરોને પક્ષની બાબતોમાં સામેલ કરવા જાેઈએ કારણ કે મુલાયમના ગયા પછી તેઓ ઉપેક્ષિત અનુભવી શકે છે. હિન્દુ-મુસ્લિમ વચ્ચેનું વિભાજન વધુ ઘેરું બન્યું છે.
૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં મંદિરની લહેર પર સવાર ભાજપને મુલાયમે ચેકમેટ કર્યો હતો. પરંતુ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં તે સ્વતંત્ર રીતે જીત્યો હતો. જાેકે મુલાયમે ભાજપના લોકો સહિત તમામ સાથે અંગત મિત્રતા કરી હતી, પરંતુ તેમણે ક્યારેય ભાજપ સાથે જાેડાણ કર્યું ન હતું.HS1MS