પુત્રી અદિતી યાદવના નામે વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે અખિલેશ કેમ ભડક્યા?

(એજન્સી)લખનૌ, યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ પોતાની પુત્રી અદિતિ યાદવના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનતા ભડક્્યા છે.
આ અંગેની જાણકારી તેમણે પોતે પોતાના X એકાઉન્ટમાં આપતાં કહ્યું હતું કે, મારી દીકરી અદિતિ યાદવના નામે એક ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં વાંધાજનક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
જેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. આ એક ષડયંત્ર છે. અખિલેશ યાદવ પોતાની પુત્રીના નામે બનાવેલા ફેક ફેસબુક પેજ અને વિવાદાસ્પદ પોસ્ટનાં કારણે ખૂબ જ ગુસ્સે છે.
૨૪ કલાક પૂરા થયા બાદ, અખિલેશ યાદવે X પર એક પોસ્ટ મૂકીને પોતાની નારાજગી વ્યક્ત કરી. અખિલેશે કહ્યું છે કે, ૨૪ કલાક પૂરા થયા. આને અમારી એફઆઇઆર જ સમજવી.