રાઘવ સાથેની રિલેશનશીપ અંગે સવાલ પૂછાતાં અકળાઈ શહેનાઝ
મુંબઈ, બિગ બોસ ફેમ શહેનાઝ ગિલ છેલ્લા થોડા દિવસોથી રિલેશનશીપને લઈને ચર્ચામાં છે. શહેનાઝ ગિલ એક્ટર અને કોરિયોગ્રાફર રાઘવ જુયાલને ડેટ કરી રહી હોવાની ચર્ચા છેલ્લા થોડા દિવસોથી મીડિયામાં ચાલી રહી છે.
હાલમાં જ મીડિયા સાથેની વાતચીતમાં શહેનાઝ ગિલને રાઘવ જુયાલ સાથેના અફેર અંગે પૂછવામાં આવતાં તે અકળાઈ ગઈ હતી. શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝના સોન્ગ લોન્ચ ઈવેન્ટમાં તે પહોંચી હતી. રેડ બ્લેઝર અને બ્લેક ટોપમાં શહેનાઝ ખૂબસૂરત લાગતી હતી. પરંતુ રાઘવ વિશે સવાલ પૂછાતાં જ તેના ચહેરાના ભાવ બદલાઈ ગયા હતા. મીડિયા જૂઠ્ઠું કેમ બોલે છે? મીડિયા દર વખતે જૂઠ્ઠું બોલે છે.
આપણે કોઈની સાથે ઊભા રહી જઈએ અથવા કોઈની સાથે ફરવા જઈએ તો રિલેશનશીપમાં છીએ? નહીં ને? તો બસ મીડિયા ખાલી-ખાલી બોલ્યા કરે છે. હવે હું ગુસ્સે થઈ જઈશ”, તેમ શહેનાઝે પોતાના જ અંદાજમાં કહ્યું હતું. શહેનાઝ ગિલ ‘બિગ બોસ ૧૩’ના કો-કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લાની ખૂબ નજીક હતી.
થોડા દિવસ પહેલા જ શહેનાઝે તેના કો-સ્ટાર્સ સિદ્ધાર્થ નિગમ અને રાઘવ જુયાલ સાથે વિડીયો શેર કર્યો હતો. જેમાં તેઓ કામ માટે ટ્રાવેલ કરી રહ્યા હતા. મહત્વનું છે કે, રાઘવ જુયાલ જાણીતો કોરિયોગ્રાફર, ડાન્સર, એક્ટર અને ટીવી હોસ્ટ છે. રાઘવ જુયાલ પણ શહેનાઝની જેમ સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાળી’માં છે.
શહેનાઝ અને રાઘવે એકબીજાની પોસ્ટ પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે બંનેની રિલેશનશીપની ચર્ચા શરૂ થઈ હતી. બાદમાં રિપોર્ટ્સ આવ્યા હતા કે શહેનાઝ રાઘવ સાથે ઋષિકેશ ગઈ છે. ગત વર્ષે હાર્ટ અટેકના લીધે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું પછી શહેનાઝ ભાંગી પડી હતી. જે બાદ તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન કામમાં પરોવ્યું હતું. શહેનાઝ સલમાન ખાનની ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
શહેનાઝ ગિલ બ્રહ્મામાકુમારીઝમાં માને છે. સિદ્ધાર્થ શુક્લા બ્રહ્માકુમારીઝનો અનુયાયી હતો અને તેના થકી જ શહેનાઝ પણ આમાં માનતી થઈ હતી. સિદ્ધાર્થના માતા પણ આ સંસ્થાના અનુયાયી છે. શહેનાઝે તાજેતરમાં જ બ્રહ્માકુમારીઝની બહેનો સાથે રક્ષાબંધન ઉજવી હતી અને તેનો વિડીયો પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો.SS1MS