રિયલ લાઈફમાં દોસ્તીથી આગળ વધી ગયો છે અક્ષરા-અભિમન્યુનો સંબંધ

હર્ષદ અને પ્રણાલી સેટ પર આખો દિવસ એકબીજા સાથે જ રહે છે, જાેકે, બંનેમાંથી એકેય મગનું નામ મરી પાડવા તૈયાર નથી
મુંબઈ, બે કલાકારો જ્યારે સેટ પર ૧૨-૧૮ કલાક સાથે કામ કરતાં હોય ત્યારે તેઓ એકબીજાને સારી રીતે જાણી જાય છે. ટેવો-કુટેવોથી વાકેફ કલાકારોની મિત્રતા ઘણીવાર પ્રેમમાં પરિણમી હોય તેવું સાંભળવા મળે છે. સેટ પર પાંગરેલો પ્રેમ ક્યારેક લગ્ન સુધી પહોંચે છે તો ક્યારેક શો પૂરા થયા પછી કે શો દરમિયાન જ દમ તોડી છે. Akshara-Abhimanyu relationship has gone beyond friendship in real life
સીરિયલના કો-એક્ટર્સે એકબીજા સાથે રિયલ લાઈફમાં પણ લગ્ન કર્યા હોય કે તેમને ડેટ કરી ચૂક્યા હોય તેવા કેટલાય કિસ્સા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જાેડાઈ ગયું છે. ટીવીની સૌથી લાંબી ચાલનારી સીરિયલ પૈકીની એક ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈના લીડ એક્ટર્સ હર્ષદ ચોપડા અને પ્રણાલી રાઠોડ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે.
રાજન શાહીની સીરિયલમાં અક્ષરા અને અભિમન્યુ તરીકે પ્રણાલી અને હર્ષદ ચોપડાની એન્ટ્રી થઈ ત્યારથી કેટલાક લોકોએ તો અંદાજાે લગાવ્યો હતો કે આ બંને આગળ જતાં રિયલ લાઈફમાં પણ કપલ બનશે.
હવે આ ધારણા સાચી પડતી દેખાઈ રહી છે. સીરિયલના સેટ પર કેટલાય લોકોનું માનવું છે કે, હર્ષદ અને પ્રણાલી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અહેવાલ પ્રમાણે, સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, “સેટ પર હર્ષદ ચોપડા અને પ્રણાલી રાઠોડ મોટાભાગનો સમય એકબીજા સાથે વિતાવે છે.
તેઓ લંચ સાથે લે છે. સેટ પર એકસાથે આવે છે અને પેકઅપ થયા પછી ઘરે પણ એકસાથે જ જાય છે. તેઓ કેટલીય વાર ડેટ પર પણ જઈ આવ્યા છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, “પ્રણાલી હર્ષદ ચોપડાથી પ્રભાવિત થઈ ગઈ હતી. આજે હર્ષદની જેમ પ્રણાલી પણ એકાંતમાં રહેવાનું પસંદ કરે છે.
હર્ષદ ચોપડા પ્રણાલીનો મેન્ટર હોવાનું દેખાડે છે પરંતુ બંને વચ્ચે ચોક્કસથી કંઈક રંધાઈ રહ્યું છે. મને નથી લાગતું કે તેઓ ક્યારેય જાહેરમાં આવીને આ વિશે વાત કરશે. હર્ષદને પોતાની અંગત લાઈફ ખાનગી જ રાખવી ગમે છે. આ તરફ પ્રણાલીને હર્ષદ ચોપડા સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું, ‘અમે ખૂબ સારા અને નિકટના મિત્રો છીએ.
આ માત્ર અફવા છે.’ હર્ષદ અને પ્રણાલી પોતાના પ્રેમને જાહેરમાં સ્વીકારવા નથી માગતાં પરંતુ સેટ પર હાજર કેટલાય લોકોનું કહેવું છે કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે. SS1D