અક્ષય અને રવીનાએ મંદિરમાં વિધિપૂર્વક કરી હતી સગાઈ
મુંબઈ, અક્ષય અને રવીના કરિયરની ટોચ પર હતા. ‘મોહરા’ જેવી ફિલ્મોમાં બંનેની જાેડી પરફેક્ટ લાગી હતી. બંને પંજાબી પરિવારમાંથી હતા અને કહેવાય છે કે રવીનાએ તે દિવસોમાં ફિલ્મો સાઈન કરવાનું પણ બંધ કરી દીધું હતું કારણ કે અક્ષય તેને હાઉસવાઈફ તરીકે જાેવા માગતો હતો. Akshay and Raveena formally got engaged in a temple
પણ, અક્ષય અને રવીના તે વાતનો સ્વીકાર કરી ચૂક્યા છે કે તેમણે સગાઈ કરી હતી. કહેવાય છે કે અક્ષય અને રવીનાનો પરિવાર દિલ્હીથી આવ્યો હતો અને એક્ટરના પરિવારના એક વડીલે તેમના માથા પર દુપટ્ટો પણ રાખ્યો હતો. આ વિધિમાં પૂજારીએ પૂજા પણ કરાવી હતી.
જાેકે બાદમાં રવીનાએ કહ્યું હતું કે કદાચ આ કારણસર લોકો સગાઈને લગ્ન સમજ્યા હશે. બાદમાં અક્ષય અને રવીનાની સગાઈ તૂટી ગઈ અને તેઓ બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા. રવીના ટંડને વર્ષ ૨૦૦૪માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા અને જુલાઈ ૨૦૦૫માં દીકરી રશાનો જન્મ થયો. આ સિવાય તેમનો એક દીકરો પણ છે કે જેનું નામ રણવીરવર્ધન છે. આ સિવાય રવીના ટંડને ૨ દીકરીઓને દત્તક લીધી છે.
લગ્ન પહેલા ૧૯૯૫માં રવીના ટંડને દીકરીઓ પૂજા અને છાયાને દત્તક લીધી હતી. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી વધુ સમય સુધી કામ કર્યું છે, જ્યારે ૧૦૦થી વધુ ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે, જેમાં મોહરા, દિલવાલે અને અંદાજ અપના અપના જેવી સફળ ફિલ્મોમાં રવીના ટંડને યાદગાર રોલ નિભાવ્યો છે. ત્યારે રવીના ટંડન હાલ ખૂબ ખુશ છે કારણ કે, ભારત સરકાર દ્વારા રવીના ટંડનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રવીના ટંડનને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મશ્રી નું સન્માન મળ્યુ છે. બોલિવૂડના જાણીતા કપલ એવા એક્ટર અક્ષય કુમાર અને ટિ્વંકલ ખન્નાના લગ્નને ૨૨ વર્ષ પૂરા થઈ ગયા છે. તેઓ બંનેએ તારીખ ૧૭ જાન્યુઆરી, ૨૦૦૧ના દિવસે લગ્ન કર્યા હતા. જે રીતે અક્ષય કુમાર સફળ એક્ટર છે તે રીતે તેની એક્ટ્રેસ પત્ની ટિ્વંકલ ખન્ના પણ જાણીતી લેખિકા છે. અક્ષય કુમાર અને ટિ્વંકલ ખન્નાએ જે ફિલ્મોમાં એકસાથે કામ કર્યું તેમાં ‘ઈન્ટરનેશનલ ખિલાડી’, ‘ઝુલ્મી’નો સમાવેશ થાય છે.SS1MS