અક્ષય ટેલિપ્રોમ્પટર વિના ડાયલોગ બોલી શકતો નથી

મુંબઈ, થોડાં વખત પહેલાં એક ક્લિપ વાયરલ થઈ હતી, ‘સરફિરા’ ફિલ્મના શૂટ વખતની આ ક્લિપમાં અક્ષય કુમાર ટેલિપ્રોમ્પ્ટરમાંથી ડાયલોગ વાંચતો દેખાતો હતો, ત્યારથી ટેલિપ્રોમ્પ્ટર એક્ટર શબ્દપ્રયોગ જાણીતો થઈ ગયો હતો.
આ અંગે ઘણી ચર્ચાઓ અને વાદ-વિવાદ પછી હવે કોરિઓગ્રાફર એહમદ ખાને પણ આ વાત કન્ફર્મ કરી નાંખી છે. અહેમદ ખાને કહ્યું કે અક્ષય કુમાર ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે પરંતુ તે સાથે પોતાની રીતે ડાયલોગમાં મસ્તી અને એનર્જીનો ઉમેરો પણ કરે છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અહેમદ ખાને કહ્યું, “અલગ અલગ કલાકારોની કામ કરવાની પદ્ધતિ પણ અલગ હોય છે. ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરવો એ પણ એક આવડતની વાત છે. કેટલાંક કલાકારો માત્ર ડાયલોગના રટ્ટા મારવામાં માને છે, જ્યારે અક્ષય ડાયલોગ જોઈને પોતાની એનર્જી સાથે પોતાની ક્રિએટીવ લાઇન એમાં ઉમેરે છે.
અક્ષય ડાયલોગ મોઢે કરવા કરતાં ફિલ્મમાં કશુંક અલગ પ્રદાન કરવામાં માને છે.”સરફિરા ફિલ્મના એક વીએફએક્સ અને વીડિયો ક્રિએટર દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. તેમાં અક્ષય કુમાર ટેલિપ્રોમ્પ્ટરમાંથી વાંચી રહ્યો હતો. તેની આંખો પરથી ખ્યાલ આવતો હતો કે તે તેની સામેના કલાકાર સાથે વાત કરવાને બદલે વાંચી વાંચીને બોલી રહ્યો હતો.
આ એક ભાવુક સીન હતો, જેમાં તે તેની સામેના વ્યક્તિ કરતા સ્ક્રિપ્ટ રક ધ્યાન આપી રહ્યો હતો. સરફીરા બોક્સ ઓફિસ પર બહુ ચાલી નહોતી. આ પહેલાં આવેલી અક્ષય કુમારની ફિલ્મો પણ ખાસ ચાલી નહોતી. જોકે, તાજેતરમાં આવેલી તેની સ્કાય ફોર્સ સારી ચાલી છે.SS1MS