વિજય સલગાંવકરની મુશ્કેલી વધારવા દુશ્મન બનીને આવી રહ્યો છે અક્ષય ખન્ના!

મુંબઈ, આશરે બે અઠવાડિયા પહેલા ફિલ્મ દ્રશ્યમ ૨નું ટીઝર રિલીઝ થયું હતું. વિજય સલગાંવકર અને તેના પરિવારની ઝલકે જૂની યાદો તાજી કરી હતી. આઈજી મીરાના દીકરા સમીરની લાશ ક્યાં છે આ વિજય સિવાય કોઈ નથી જાણતું.
પરંતુ એવું લાગી રહ્યું છે કે, હવે આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે. ફિલ્મ ‘દ્રશ્યમ ૨’માં અક્ષય ખન્નાની એન્ટ્રી થઈ છે. ગુરુવારે તબુએ ફિલ્મમાંથી અક્ષય ખન્નાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો હતો. પોસ્ટરમાં જાેઈ શકો છો કે અક્ષય ખન્ના ગંભીર લૂકમાં જાેવા મળી રહ્યો છે અને તેની સામે શતરંજ પાથરેલી જાેવા મળે છે. તબુએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘દુશ્મનને હરાવવાની તક મોટાભાગે દુશ્મન તમને પોતે આપે છે.’
પોસ્ટર સામે આવતાં જ અટકળો લાગી રહી છે કે ફિલ્મમાં અક્ષય કુમારનું પાત્ર વિજય સલગાંવકરને જેલના સળિયા પાછળ મોકલશે. ‘દ્રશ્યમ ૨’ ૧૮ નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની વાર્તા ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી પાછલી ફિલ્મ પૂરી થઈ હતી.
ફિલ્મના મેકર્સ સતત એક-એક પાત્રોના પોસ્ટર રિલીઝ કરી રહ્યા છે. બુધવારે શ્રિયા સરને ફિલ્મમાંથી તબુનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. તેણે પોસ્ટર શેર કરતાં લખ્યું હતું, હું એક મા છું. સાત શું સાતસો વર્ષ પણ વિતી જશે તોય હું કશું ભૂલીશ નહીં. દ્રશ્યમ ૨ના મેકર્સે હજી સુધી અક્ષય ખન્નાનું પાત્ર શું છે તેનો ખુલાસો નથી કર્યો.
પરંતુ જે પ્રકારે દુશ્મનને હરાવવાની વાત કરવામાં આવી છે તેનાથી પાત્ર અંગે અટકળો શરૂ થઈ છે. મલયાલમમાં બનેલી ‘દ્રશ્યમ ૨’માં આઈજી ગીતાના ટ્રાન્સફર પછી એક નવો પોલીસકર્મી શહેરમાં આવે છે. આ જ ઓફિસર વિજયના પરિવારની જૂની ફાઈલ ફરી ખોલે છે અને તપાસ શરૂ કરે છે.
આઈજીના દીકરાની મોત અને તેની લાશને ઠેકાણે પાડ્યા પછી વિજય અને તેનો પરિવાર શાંતિથી જીવી રહ્યો છે પરંતુ આ વાત નવા ઓફિસરને ખટકે છે. તે આ પરિવારને કાયદાના દુશ્મન માને છે અને સમીરના મોત કેસ પર ફરી કામ શરૂ કરે છે. એવામાં અટકળો છે કે હિન્દી ‘દ્રશ્યમ ૨’માં આ પાત્ર અક્ષય ખન્ના ભજવશે. દ્રશ્યમ ૨ ૨૦૧૫માં આવેલી ફિલ્મની ‘દ્રશ્યમ’ની સીક્વલ છે.
૨૦૧૩માં આ જ નામે મોહનલાલની મલયાલમ ફિલ્મ આવી હતી, જેની હિન્દી રિમેક છે. ૨૦૨૧માં ‘દ્રશ્યમ ૨’ મલયાલમ ભાષામાં રિલીઝ થઈ છે અને હવે હિન્દી વર્ઝન નવેમ્બર ૨૦૨૨માં રિલીઝ થવાનું છે. ૨૦૧૫માં ‘દ્રશ્યમ’ને નિશિકાંત કામતે ડાયરેક્ટ કરી હતી.
જ્યારે ૨૦૨૦માં તેમનું બીમારીના લીધે નિધન થયું હતું. એટલે ‘દ્રશ્યમ ૨’ને અભિષેક પાઠકે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અજય દેવગણ વિજય સલગાંવકરના રોલમાં છે. જ્યારે શ્રિયા સરન તેની પત્નીના રોલમાં અને ઈશિતા દત્તા દીકરીના રોલમાં છે. આઈજી ગીતાના રોલમાં ફરી એકવાર તબુ જાેવા મળશે.SS1MS